Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમરેલીના પ્રતાપપરામાં અતિવૃષ્‍ટીના કારણે કપાસના પાકને ભારે નુકશાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ :.. અમરેલીનાં પાદરમાં આવેલ ઠેબી ડ્રેમનાં કાંઠે વસેલા પ્રતાપપરા ગામે અતિવૃષ્‍ટીનાં કારણે ઉભા કપાસનાં પાકને ભારે નુકસાનથી ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવાઇ  જવાનાં ઘડાયેલા ઘાટથી અસરગ્રસ્‍તોને સરકાર દ્વારા સહાય ચૂકવવા માંગણી ઉઠેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીનાં પ્રતાપરા ગામે ઘણા ખેતરોમાં કપાસનાં ઉભા પાકનાં છોડ બળી ગયેલ હતાં. ખેડૂતનાં જણાવ્‍યા મુજબ અતિવૃષ્‍ટીનાં કારણે ઉભા પાક બળી ગયેલ હતાં. ગત તા. ૧૧ થી ૧૪ દરમ્‍યાન પડેલા અનરાધાર વરસાદનાં કારણે લહેરાતો કપાસનો ઉભા પાક બળી ગયેલ હતાં. ગત તા. ૧૧ થી ૧૪ દરમ્‍યાન પડેલા અનરાધાર વરસાદનાં કારણે લહેરાતો કપાસનો ઉભો પાક હાલ બળવા લાગેલ હતો. ખેડૂતે ધીરાણ લઇ આગોતરૂ વાવેતર કરેલ હતું. પરંતુ ફુલ અને જીંડવાથી લહેરાતા ઉભા પાક ઉપર અતિવૃષ્‍ટી રૂપી આફત ત્રાટકતા ખેડૂતનાં મોઢે આવેલ કોળીયો છીનવાઇ ગયેલ હતો. અતિવૃષ્‍ટીથી નાશ પામેલા પાક અંગે સરકાર દ્વારા સર્વે હાથ ધરી અસર ગ્રસ્‍તોને સહાય ચૂકવવા ખેડૂતોમાં માગણી ઉઠેલ હતી.

(1:47 pm IST)