Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

તુ બહુ હોશિયારી કરે છે તેમ કહીને સાવરકુંડલાના મીતીયાળામાં ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ : સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે રેતા બીપીનભાઇ પ્રફુલભાઇ દેલવાણીયા ઉ.૧૭ ના કાકા સાથે થોડા દિવસો પહેલા તેનજ ગામના નૌશાદ યુનુસભાઇ લલીયા માથાકુટ કરતો હોય જે સમય બીપીનભાઇ ત્‍યાં હાજર હોવાથી જે મનદુઃખ રાખી નૌશાદે કહેલ કે તુ બહુ હોંશીયારી કરે છે તેવું જણાવી ગાળો બોલી લાફા મારી ધમકી આપી મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છ.ે

મોત

ગીરીયા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભઇ ડાબસરા ઉ.૪૮ કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજયાનું રણજીતભાઇ દિનેશભાઇ ડાબસરાએ અમરેલી રૂરલ પોલીસમાં જાહેર કરેલ છે બીજા બનાવમાં બગસરા તાલુકાના માવજીંજવા ગામે મનુભાઇ મેઘાભાઇ જાદવ ઉ.૪ર કોઇ કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજયાનું રમેશભાઇ મોઘાભાઇ જાદવે બગસરા પોલીસમાં જાહેર કરેલ છે.

જુગાર

પોલીસે જુદા જુદા બે સ્‍થળોએ જુગારના દરોડાઓ પાડી ૧૧ શખ્‍સોને રોકડ અને મોબાઇલ મળી રૂા.૪૧,૧૯૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા નાગેશ્રીસીધ્‍ધનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા લાલજી મનુભાઇ સોલંકી લાલા વશરામભાઇ પરમાર, બાબુ મંગાભાઇ બાંભણીયા, ગભરૂ ઘુસાભાઇ બોરીચા સહિત સાત શખ્‍સેને અમરેલી એલસીબીના પો.કોન્‍સ વિનુભાઇ બારૈયાએ રોકડ રૂા. ૧પ,૮૧૦, ચાર મોબાઇલ રૂા.ર૪,૦૦૦ મળી કુલ રૂા.૩૯,૮૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જયારે રાજુલાના હિંડોરણા ગામે પ્‍લોટ વિસ્‍તારમાં પ્રવીણભાઇ ધીરૂભાઇ ચૌહાણની પાન માવાની દુકાન પાસે બતીના અજવાળે જુગાર રમતા ઓઘડ સવજીભાઇ સાંખટ, કમલેશ રણછોડભાઇ કવાડ સહિત ચાર શખ્‍સેને પો.કોન્‍સ. સુરજભાઇ બાંભણીયાએ રોકડ રૂા.૧૩૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

ઇજા

ખાંભામાં નિલેશભાઇ વલ્લભભાઇ સોલંકી ઉ.ર૩ ના મિત્ર અજયભાઇ બિજલભાઇ ચૌહાણે સાગર લગરાભાઇ માટીયાને બાઇક ધીમે ચલાવાનું કહેતા બંને વચ્‍ચે બોલાચાલી થયેલ જે મનદુઃખ રાખી નિલેશભાઇ તથા અજયભાઇને રસ્‍તામાં ઉભા રાખી ગાળો બોલી ગોપાલ રત્‍નાભાઇ માટીયાએ હાથમાં પહેરેલ કડુ નિલેશભાઇને માથામાં મારી ઇજા પહોંચાડી ધમકી આપ્‍યાની ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાવી છ.ે

ખુંટીયાનું મોત

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે રમેશભાઇ ધામેલીયાના ખેતરમાં રેઢીયાળ ખુંટીયો પ્રવેશતા સારૂ નહિ લાગતા ધારીયાનો ઘા મારી ગંભીર ઇજા કરી લોહી લુહાણ કરી ધર્મની લાગણી દુભાવી સારવાર દરમિયાન ખુંટીયાનું મોત નિપજાવ્‍યાની કરશનભાઇ નાનજીભાઇ વઘાસીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

(1:46 pm IST)