Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જામનગરમાં અર્ચન નવરાત્રી મહોત્‍સવમાં રાસ-ગરબાની રમઝટ

જામનગર : પટેલ કોલોની શેરી નં. ૬ માં યોજાતી શ્રી મોમાઇ ગરબી મંડળ દ્વારા અર્ચન નવરાત્રી મહોત્‍સવનું  ભવ્‍ય આયોજન એડવોકેટ જે.સી.વિરાણીની રાહબરી હેઠળ કરવામાં આવે છે આ નવરાત્રી મહોત્‍સવમાં કુલ ૬૬ બાળાઓ એ.બી.સી.એમ ત્રણ ગ્રુપમાં ભાગ લઇ રહેલ છે સાથે સહાયક તરીકે મુકેશ હાડા, વિમલ દવે, પાર્થ પંડયા, રજની પાચાણી, સુભાષ દત્તાણી, ભરત દલસાણીયા, પ્રગનેશ અત્રી વિગેરે આ મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે. મંડળનું મહિલા ગ્રુપ જેમાં સરોજનબેન વિરાણી કોર્પોરેટર, ભારતી હાડા, વર્ષા દવે, મમતા પાચાણી, સંગતા દત્તાણી, યોગીતા દલસાણીયા, પારૂલ અત્રી, વિ.પણ સહયોગ આપી રહેલ છે સંગીત નિર્દેશ તરીકે દીપકભાઇ ટાંકના નિર્દેશન હેઠળ સુભાષ ચૌહાણ (કીબોર્ડ) હિમાંશુ કુબાવત (ઓકટોપેડ) કશ્‍યપ કુબાવત (તબલા) ભાવિક રાઠોડ (ઢોલ) તથા રાજન સોની (ઢોલક) ઉપર સંગીત કરી રહેલ છે સાથે નૃત્‍યુ નિર્દેશીકા તરીકે દર્શાગી પંડયા સેવા આપી રહેલ છે સાથે સહાયક તરીકે કુ.અંજલીબા જાડેજા, કુ.વ્‍યોમા જાની, પ્રતીક્ષા દવે, કુ.ધ્‍વનિ, દત્તાણી, પણ સહકાર આપી રહેલ છે ગાયકવૃનદ વીમલ દવે, સુભાષ દત્તાણી, કમલેશ મકવાણા, મીનાક્ષી, ગજજર, શેતલ ગોસાઇ, પોયણી જાની, કુ.રૂપા તન્ના,કુ. આધ્‍યા મકવાણા પોતાના સુરીલા સ્‍વર લહેરાવી રહ્યા છે. ઉધઘોષક તરીકે પાર્થ પંડયા સેવા આપે છ.ે(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:41 pm IST)