Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વ્‍યવસ્‍થા, આયોજન અને સંગઠીત જ્ઞાતિની દૃષ્‍ટિએ કેશોદમાં કોળી સમાજ અગ્રિમ સ્‍થાને

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩ :.. અત્‍યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. કેશોદમાં નાની-મોટી લગભગ બાવન જ્ઞાતિઓ હિન્‍દુ અને મુસ્‍લીમ સમાજની વસે છે. તેમાં વ્‍યવસ્‍થા, આયોજન અને સંગઠીત જ્ઞાતિની દૃષ્‍ટિએ નિહાળીએ તો કોળી સમાજ અત્‍યારે લગભગ પ્રથમ સ્‍થાને આવે છે. સમાજની યુવાન નેતાગીરીએ પોતાની તાકાત બતાવી છે.

સ્‍થાનીક કેશોદ તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના નવરાત્રી દરમિયાન વરસોથી ગરબી લેવાય છે. નવા નવા વિસ્‍તારો વધતા જાય છે તેમ તેમ નવી નવી ગરબીઓ શરૂ થતી જાય છે. પહેલા આ ગરબીઓ નાના-મોટા તમામ વર્ગના લોકોની અને જ્ઞાતિની સંયુકત હતી. સૌ સાથે મળી માતાજીની આરાધના કરતા.

પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી આ જૂની પરંપરામાં બદલાય આવ્‍યો છે. ગામમાં જે મોટી જ્ઞાતિઓનો વસવાટ છે તે જ્ઞાતિ તરફથી પોતાની સ્‍વતંત્ર ગરબી શરૂ કરે છે જેમાં જેને  જ્ઞાતિના જ યુવક-યુવતિઓ ભાગ લઇ રમી શકે છે. કેશોદ તાલુકા કોળી સમાજ તરફથી પણ આ નવા બદલાવના ભાગરૂપે ર૦૧૮ થી કેશોદ તાલુકા કોળી સમાજના યુવા પ્રમુખ લખન ભરડાની સંપૂર્ણ આગેવાની નીચે આવી ગરબી શરૂ કરવામાં આવી છે અને આ ગરબી અન્‍ય સમાજની ગરબીઓની સરખામણીમાં નંબર વન પર પહોંચી શકી છે.

આ ગરબીનું આયોજન, વ્‍યવસ્‍થા અને જ્ઞાતિ એકતા પણ દાદા માગે તેવા છે. તાજેતરમાં આ ગરબીમાં કોળી જ્ઞાતિ ઉપરાંત અન્‍ય જ્ઞાતિના ઓવાનોન પણ આમંત્રણ રૂબરૂ જઇને આપવામાં આવ્‍યા હતા અને આગેવાનોને પ્રવેશ દ્વાર થી જ સંપૂર્ણ માન સાથે સ્‍ટેજ સુધી લઇ જઇ ત્‍યાં પ્રથમ હરોળમાં બેસાડવામાં આવતા હતા જયાં કોમી સમાજના વીઆઇપીની બેઠક હતી. અને દસ દસ મીનીટે ચા-પાણી અપાતા હતા.

વ્‍યવસ્‍થાની દૃષ્‍ટિએ એકપણ માણસને મુશ્‍કેલી ન પડે ગરબા જોવામાં તે રીતે સ્‍ટેજની વ્‍યવસ્‍થા હતી અને એકી સાથે ૧પ-ર૦ ગ્રુપ  દાંડીયા રાસ રમી શકી તેવું વિશાળ મેદાન રાખવામાં આવ્‍યું હતું. વ્‍યવસ્‍થા જાળવવા માટે પાસ સમિતી સ્‍ટેજ રાસોત્‍સવ  સમિતિ જેવી અલ અલગ સમિતિઓ રચવામાં આવી હતી અને દરેક કામ માટે બધા પરફેટ હતાં.

સૌથી મહત્‍વની વાત હતી જ્ઞાતિ એકતાની કેશોદમાં કોળી જ્ઞાતીના આશરે  ૭૦૦ પરિવારો વસે છે. આ તમામ પરિવારો આ ગરીબ સાથે જોડાયેલ હતાં. દરેક પરિવાર નો એક સભ્‍ય ગરબી માટે સ્‍ટેન્‍ડ ટુ ની સ્‍થિતિમાં હતો. કયાંય વાદ-વિવાદ કે કામચોરી દેખાતા ન હતા અને આ બધાના બોસ તરીકે હતાં એક માત્ર લખન ભરડા ૩૦-૩પ વરસના આ તરવરીયા યુવાને બહુ ટૂંકા સમયમાં કોળી સમાજને ટોપવલેવલે પહોંચાડી દીધો છ.ે આ ગરબીમાં કેશોદ ઉપરાંત માંગરોળ, વેરાવળ, ગડુ, ચોરવાડ, માળીયા, વંથલી, જુનાગઢ, મેંદરડા સહિતના ઘણા ગામોના કોળી આગેવાનો પોતાના ગામમાં ગરબી હોવા છતાં અહીં હાજરી આપવા આવતા હતાં તે વિશેષ નોંધપાત્ર અને પ્રેરણારૂપ હકિકત છે.

(1:41 pm IST)