Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કેશોદમાં યુનિવર્સલ ફાઉન્‍ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા ગાંધી જયંતિ ની ઊજવણી

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ યુનિવર્સિલ ફાઉન્‍ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વાાર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.  આપણા પ્રિય મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે પૂજ્‍ય બાપુ ની  જન્‍મજયંતિ નિમિત્તે યુનિવર્સલ ફાઉન્‍ડેશનનાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા અને ભારત વિકાસ પરિષદ કેશોદ નાં પ્રમુખ જગામાલ ભાઇ નંદાણીયા દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્‍યું હતું.      કાર્યક્રમ ની શરૂઆતમાં પુજ્‍ય ગાંધીજી ને સુતર ની માળા તથા દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ હતુ .  ત્‍યાર બાદ ગાંધીજી નું પ્રિય ભજન ૅવૈષ્‍ણવ જન તો તેને કહીએૅ ગીત સમુહમાં ગાવામાં આવેલ હતું આ પ્રસંગે ખાદી તથા ગ્રામોદ્યોગની વસ્‍તુનું વેચાણ વળતર સાથે કરવામાં આવ્‍યું હતુ.

(1:40 pm IST)