Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કલ્‍યાણપુરના માળીની સીમમાં પ.૩ર લાખની ૧૩૩૦ દારૂની બોટલ જપ્‍ત : એક ફરાર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૪: રાજકોટ વિભાગના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય નાઓએ દારૂ જુગારની અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇન્‍સ. શ્રી કે.કે.ગોહીલનાઓની રાહબરી હેઠળ એલસીબી સ્‍ટાફના માણસો ટીમો બનાવી પેટ્રોલીંગ કરતા હતા.

જે દરમ્‍યાન એએસઆઇ સજુભા હમીરજી જાડેજા તથ હેડ કોન્‍સ. સહદવસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે કલ્‍યાણપુર તાલુકાના માળી ગામની ખારાવાડી  સીમમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો નીચે જણાવેલ આરોપીના કબ્‍જા ભોગવટા ના વડીલો પાર્જીત મકાનેથી મુદામાલ કબજે કરી કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે હે.કો. લાખાભાઇ મેરામણભાઇ પીંડારીયા નાઓએ ગુન્‍હો રેકોર્ડ કરાવેલ છે.

પોલીસ ભોરાભાઇ ભોજાભાઇ જામ રહે. પીપળીયા ગામ વાડી વિસ્‍તાર તા.ખંભાળીયા મુળ ગામ માળી ગામની સીમ તા.કલ્‍યાણપુરની શોધખોળ હાથ ધરી છે. અલગ અલગ બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૧૩૩૦ કી. રૂા. પ,૩ર,ર૦૦નો કબ્‍જે કરેલ છે.

આ કાર્યવાહીમાં એલસીબી દેવભુમી દ્વારકાના પોલીસ ઇન્‍સ. શ્રી કે.કે.ગોહીલની રાહબરી હેઠળ પીએસઆઇ દેવમુરારી, એસ.વી.ગળચર, એએસઅઇ સુનીલભાઇ કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, એચસી લાખાભાઇ પીંડારીયા, સહદેવસિંહ  જાડેજા, પીસી ગોવિંદભાઇ કરમુર, સચીનભાઇ નકુમ જોડાયા હતા.

(1:38 pm IST)