Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

નવલા નોરતા રાત્રે પુર્ણ : કાલે દશેરા : રાવણદહન - શસ્ત્રપૂજન

આજે પ્રચીન -અર્વાચીન રાસોત્‍સવમાં લ્‍હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે : હવે શરદપુર્ણિમાએ રાસ-ગરબાની રમઝટ બોલશે

રાજકોટ તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન કરવામાં આવશે.

આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્‍સવમાં લ્‍હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે.

હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે.

ગોંડલ

 વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્‍યોના વિજયોત્‍સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ ગોંડલ દ્વારા વિજયાદશમી નિમિતે શષાપૂજનનો કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, કાશી વિશ્વનાથ રોડ, લાલપુલ પાસે, ગોંડલ ખાતે ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.  મહારાજાશ્રી હિમાંશુસિંહજી સાહેબ ઓફ ગોંડલ, રાજકુમાર શ્રી જ્‍યોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ ગોંડલ ખાસ ઉપસ્‍થિત રહી શષા પૂજન કરશે તેઓની સાથે સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગળહ ટ્રસ્‍ટ - ગોંડલના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ અને શ્રી ક્ષત્રિય યુવા સંગઠન - ગોંડલના હોદ્દેદારો અને કારોબારી સભ્‍યોશ્રીઓ, વડીલો, યુવાનો પણ ઉપસ્‍થિત રહી શષા પૂજનમાં જોડાશે. તેમજ શષાપૂજન બાદ તલવારબાજી સ્‍પર્ધા અને શ્રી ક્ષત્રીય યુવા સંગઠન દ્રારા ભવ્‍ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે. રેલીના સ્‍વરૂપમાં યોજેલ શોભાયાત્રા રાજપૂત સમાજ ભવન ગોંડલથી પ્રસ્‍થાન કરી શહેરના મુખ્‍યમાર્ગ પરથી પસાર થઇ માઁ આશાપુરા મંદિરે પૂર્ણ થશે.

આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકાના ગામો અને શહેરમાંથી વીશાળ સંખ્‍યામાં આપ સૌને ઉપસ્‍થિત રહેવા શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ - ગોંડલના મંત્રીશ્રી બ્રિજરાજસિંહ વાઘેલા દ્રારા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્‍ટ - ગોંડલના કારોબારીસભ્‍યોશ્રી જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:11 pm IST)