Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આટકોટ અંબાજી મંદિરે નવરાત્રી મહોત્‍સવ : ભાદર નદી પર પુલ બનાવવા માંગ

આટકોટ  : રાત્રે હજારો ભક્‍તજનોને માતાજી મંદિર દર્શન કરવા પહોંચી જાય માંનાં આશીર્વાદ લ ેછે.  અંબાજી યુવક મંડળ દ્વારા એક મહિના સુધી રોશની શણગાર કરવામાં આવ્‍યો તેમજ ભક્‍તો દર્શન કરવાં આવતા હોય તેને બેસવાની સુવીધાઓ કરી હતી તેમજ પુજારી ત્રંબકભાઈ પંચોલી દ્વારા માતાજીનો અનોખો શણગાર કરવામાં આવે છે.  અંબાજી મંદિર મંડળનાં મનસુખભાઈ હીરપરા તેમની ટીમ દ્વારા વાહન ર્પાકિંગ સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરી રહ્યા છે. રોજ હજારો ભકતોની આવન જાવન રહેતી હોય છે. ભાદર નદી ઉપર એક પુલ બનાવવામાં આવે તો ભક્‍તો ને આવવું જાવવુ સરળ બને. પાચવડા, જીવાપર, જસાપર, જંગવડ, ગુંદાળા, પીપળીયા સહીતનાં ગામના લોકોને પાંચ કિલોમીટર ફરીને આવવું પડે છે. જન્‍માષ્ટમી ઉપર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જેની નોંધ સરકારી અધિકારીઓ લીધી હતી અને પુલ બનાવવાની સરકાર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. વહેલી તકે જો આ પુલ બનાવવામાં આવે તો લોકોને આવનજાવન માટે સરળતા રહે. અંબાજી ગરબી ત્રણ ટીમ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે અને હજારો ભક્‍તજનો આ ગરબીમાં જોવા માટે ઉમટી પડે છે અને માના દર્શન કરી અને ધન્‍યતા અનુભવે છે. અંબાજી યુવક મંડળના તમામ સભ્‍યો સતત ખડે પગે રહી અને સેવાઓ આપી રહ્યા છે. નોરતામાં સાતમ આઠમમા અંબાજી મંદિર હજારો ભકતોએ દર્શન કરવા આવે છે મંડળ ૨૫૦ જેટલા સભ્‍યો સેવા આપી રહ્યા છે. નોરતામાં મેળો ભરાય તેવાં દ્રશ્‍યો સર્જાય છે. તથા  નવ ચંડી યજ્ઞનું આયોજન થયું હતું. લોક વાયકા છે  આટકોટમા રાજા લાખાફુલાણી અંબાજી માતાની સ્‍થાપના કરી હતી. જે ગીરનાર પર્વત પર રહેલા માતાજીને કચ્‍છમાં લઇ જતા હતા પણ વરસાદ અને નદીમાં પુર આવ્‍યું હોય લાખા ફુલાણી સાથે શરત કરી હતી  પાછું વળીને જોશે ત્‍યાં  બીરાજમાન થશે. આટકોટ પાસે માતાજી  નદીના કાંઠે બિરાજમાન થયા હતાં. હજારો ભકતો માનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી રહ્યા છે.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:56 am IST)