Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આટકોટમાં ગટરના તૂટેલા ઢાંકણા બદલવા માંગ

(કરશન બામટા દ્વારા)આટકોટ તા. ૪: ગાયત્રી નગર વિસ્‍તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં હોય જેને બદલાવાની માંગણી ઉઠી છે. અન્‍યથા કોઈ અંદર પડી જવાનો ભય પણ સતાવી રહ્યો છે ત્‍યારે લોકોએ જણાવ્‍યું હતું કે આ ઢાંકણા એક મહિનાથી તૂટેલી હાલતમાં છે રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્‍યાન દેવામાં આવતું નથી. ત્‍યારે જો આ ઢાંકણું  ન હોય ગટર ખુલ્લી રહેતી હોય કોઈ ઘટના બને તો જવાબદારી કોની ? ખુલ્લી ગટર હોય અંદર કોઈ પડી જવાનો ભય પણ રહે  અને નવરાત્રી શરૂ હોય ત્‍યારે લોકોની આવન જાવન રહેતી હોય તો વહેલી તકે ગાયત્રી નગર ગરબી મંડળ પાસે તથા મનીષભાઈ ઠાકરનાં ઘર પાસે ગ્રામ પંચાયત દ્વારા ઢાંકણા નાખવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

(11:52 am IST)