Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સાયબર ફ્રોડની રકમ રૂા. ૬૧,૫૯૦ પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ,તા. ૪ : હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્‍કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્‍જ ઇન્‍ચાર્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાંજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારનાઓ તરફથી જીલ્લામાં બનતા આવા સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્‍ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એમ.ઇશરાણીએ પો.સ્‍ટે. વિસ્‍તારમાં બનતા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ થવા સારૂ ટીમની રચના કરેલ

જે અનુસંધાને અરજદાર (૧) જયેશભાઈ વિરજીભાઈ કુહાડા રહે.વેરાવળ વાળા તરફથી એક સાયબર ક્રાઇમની અરજી તપાસ અર્થે મળતા જે અન્‍વયે પોતાના બેન્‍કખાતામાંથી પોતાની જાણ બહાર રૂા.૧૦૦૦ કપાયેલ તે બાબતેની અરજી મળેલ હતી તેમજ અરજદાર(૨) અમન રફીકભાઇ પટણી રહે.વેરાવળ વાળા તરફથી એક સાયબર ક્રાઇમની અરજી તપાસ અર્થે મળતા પોતાના ખાતામાંથી રૂા.૫૯૦ કપાય ગયેલ.

તેમજ અરજદાર (૩) અમિતભાઈ અરવિંદભાઈ પંચાસરા રહે.વેરાવળવાળા તરફથી એક સાયબર ક્રાઇમની અરજી તપાસ અર્થે મળતા પોતાના મોબાઈલમા ફલીપકાર્ડ નામની શોપિંગ વેબસાઈડ ઉપર આજથી સાત- વર્ષથી ખાતુ ધરાવતા હોય તેમા પોતે રેગ્‍યુલર ખરીદી કરતા હોય જેથી પોતે પ્‍લસ મેમ્‍બર હોય તેમા પોતાની રૂા.૬૦,૦૦૦/- ની ક્રેડીટ મળેલ હોય જે ખાતુ પોતે પોતાના મોબાઈલ પરથી વાપરતા હોય સદરહુ ફલીપકાર્ડ ખાતાને કોઈ અજાણ્‍યો માણસે હેક કરી લીધેલ હોય જેથી પોતાની રૂા.૬૦,૦૦૦/-ની ક્રેડીટ જતી રહેલ હોય જેથી ક્રેડીટ પરત મેળવવા તથા ફલીપકાર્ડના ખાતાને રિકવર કરવા સારૂ પોતાએ સાયબર ક્રાઇમમાં અરજી કરેલ હતી

જે અનુસંધાને તપાસ કરતા ટીમના સ્‍ટાફને જરૂરી યોગ્‍ય માર્ગદર્શન પુરૂ પાડી પોતાની સીધી દેખરેખ હેઠળ લાગુ પડતી એજન્‍સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્‍યવહાર કરી/કરાવી તેમજ અરજદારો જે બેન્‍કમાં ખાતુ ધરાવે છે તે બેન્‍ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા તેમજ અરજદાર નં.(૩)ની અરજી બાબતે ફલીપકાર્ટ સાથે ઇ-મેઇલ તથા પત્ર વ્‍યવહાર કરી/કરાવી જેના ફળ સ્‍વરૂપે આ કામના અરજદાર નં.(૧) તથા (૨) ની પુરેપુરી રકમ પરત અપાવી તથા અરજદાર નં.(૩) નાઓનુ ફલીપકાર્ટનુ ખાતુ પરત અપાવી રૂા.૬૦,૦૦૦/- ની ક્રેડીટ પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

એ.એસ.આઇ. વિપુલભાઇ રાઠોડ તથા પો. કોન્‍સ. પ્રવિણભાઇ બાંભણીયા તથા જયેશભાઇ ડોડીયા તથા વુ.પો.કોન્‍સ. જીગ્નાશાબેન નાઓએ આ કામગીરી કરેલ છે.

(11:52 am IST)