Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

માલવણ દુધરેજ હાઇવે પર કારમાં ચોરખાનામાં છૂપાવી દારૃની થતી હેરાફેરી

વઢવાણ, તા. ૪ : શંકાસ્પદ ફોરવ્હીલ સફેદ કલરની હુન્ડાઇની ઓરા ગાડી  નં. જી.જે.-૦૮-સીજી-૪૭૫૨ વાળીને અણીન્દ્રા ગામ પાસે, રોડ ઉપર અન્ય વાહનોની જરૃરી આડશ કરી રોકાવી આરોપી સુરેશકુમાર માંગીલાલ જાણી જાતે બીસ્નાોઇ ઉવ.૨૨ રહે.ચીતલવાડા  જી.જાલોર રાજય રાજસ્થાન વાળાને પકડી તેને સાથે રાખી કારમાં તપાસ કરતા કારની પાછળની સીટમાં બનાવેલ ચોરખાનામાંથી વીદેશી દારૃનો જથ્થો મળી આવેલ તેમજ ડેકીમાં તપાસ કરતા સી.એન.જી. કીટની ટાંકીમાંથી પણ વિદેશી દારૃનો જથ્થો મળી આવતા જે ગણી જોતા વીદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલીની કંપની શીલબંધ બોટલો નંગ-૭૪ કી.રૃા.૫૭,૧૭૦/- મોબાઇલ ફોન-૨ કી.રૃ.૨૫,૦૦૦/- તથા રોકડા રૃ.૩૧૦/- મળી કુલ ૬.૪,૮૨,૪૮૦/- ના મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીની પુછપરછ કરતા સદર વિદેશી દારૃનો જથ્થો આરોપી નં. ૨ માંગીલાલ શરૃ જાતે બીસ્નાોઇ રહે.હેમાગુડા તા.ચીતલવાડા જી.જાલોર વાળાએ ભરાવી આપેલ હોવાનુ જણાવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર બંને આરોપીઓ વિરૃધ્ધ પ્રોહી ધારા મુજબ જોરાવરનગર પો.સ્ટે.માં ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ત્રિવેદી પો.સબ ઇન્સ.વી.આર.જાડેજા  એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા તથા પો.હેડ કોન્સ, હિતેશભાઇ જેસીંગભાઇ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અનિરૃધ્ધસિંહ અભેસંગભા તથા ચમનભાઇ જશરાજભાઇ એ રીતેની ટીમ દ્વારા ચોકકસ બાતમી આધારે સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૃનો જંગી જથ્થો ઝડપી પાડેલ છે.

(11:51 am IST)