Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોસળ બોર્ડ પાસેની ઘટના : ટ્રકમાં વહેલી સવારે આગ

વઢવાણ :  સાયલા ચોટીલા હાઈવે પરથી વહેલી સવારે પસાર થઇ રહેલી ટ્રકમાં કોઇ કારણસર આગ લાગી હતી. તેમાં કપાસમાં ઘાંસડીનો મોટો જથ્થો ભરેલો હોવાથી આગ પ્રસરતા વાર લાગી ન હતી અને જોતજોતામાં આગ ઝડપથી પ્રસરી જતાં આકાશમાં ઉંચે સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાતા જોવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાની સાથે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બે ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે સાંજ સુધી આ ઘટનાની સાયલા પોલીસ મથકે કોઈ ટ્રક માલિક દ્વારા જાણ કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.

(11:50 am IST)