Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ધોરાજી ખાતે હિન્‍દુ યુવક સંઘ દ્વારા રાસ ગરબા

 ધોરાજી : બાવલા ચોક ખાતે હીન્‍દુ યુવક સંઘ દ્વારા નોન સ્‍ટોપ રાસ ગરબાનું આયોજન થાય છે. જેમાં ધોરાજી શહેર તેમજ આજુબાજુના લોકો જોવા ઉમટી પડે છે આ તકે ધોરાજી ઉપલેટા વિસ્‍તારના ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા, અરવીંદભાઇ વોરા, વરૂણ વઘાસીયા સહીતના લોકો પધારેલ  હતા. હિન્‍દુ યુવક સંઘના પ્રમુખ હરીકીશન માવાણી, કે.પી. માવાણી, અશ્વીન વઘાસીયા, દીલીપ જાગાણી તથા તેમની ટીમ દ્વારા સન્‍માન કરેલ હતું. હિન્‍દુ યુવક સંઘના આયોજનને સફળ બનાવવા વિપુલભાઇ ઠેશીયા, નિલેશ સોજીત્રા, નીતીન જાગાણી, અજય માવાણી, બીપીન વઘાસિયા, મેહુલ માવાણી શરદ ઠેસીયા,  ધર્મેશ જાગાણી, મીતેષ ઉકાણી, કૌશીક રામોલીયા, આદીત્‍ય માવાણી, બ્રિજેશ વાગડીયા, આકાશ સોજીત્રા, જય ઠેશીયા, યશ માવાણી, મીત રાખોલીયા, યશ ભગંડીયા, રવી રેવર, લાલભાઇ બાબરીયા, અજો માવાણી, કેલ્‍વીન ગજેરા, કૃણાલ ટોપીયા, નિહાર વૈષ્‍ણવ, રાજ મેશીયા, અશોક ગજેરા, કીશોર રાઠોડ, હર્ષદ ગાડા, સુરેશ ઠેસીયા સહિતની ટીમે જેહમત ઉઠાવી હતી. છેલ્લા ૧૬ વર્ષથી એલાઉન્‍સર તરીકે મનસુખભાઇ વઘાસીયાએ સેવા આપી હતી.  આ નોન સ્‍ટોપ ગરબામાં ટ્રેનર તરીકે ચીન્‍ટુ ચાવડા (લોયલી હેર), દીલીપ જાગાણી સેવા આપી રહ્યાં છે.  (તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(11:50 am IST)