Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ધોરાજીમાં લાયન્‍સ કલબ દ્વારા ઓનેસ્‍ટી શોપ

 ધોરાજી : લાયન્‍સ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ઓનેસ્‍ટી શોપનું આયોજન કરવામાં આવેલ. તેમાં શહેરની વિવિધ સ્‍કુલના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્‍યામાં ખરીદી કરી પ્રામાણિકતાના ગુણ અખત્‍યાર કરેલ. તે બદલ લાયન્‍સ કલબે દરેકનો આભાર માનેલ. આ ઓનેસ્‍ટી શોપનું ઉદઘાટન સાહિત્‍યકાર સવજીભાઇ પટોડીયાના હસ્‍તે કરવામાં આવેલ. આ સાથે લાયન્‍સ કલબ ઇન્‍ટરનેશનલ ગર્વનર, એમજેએફ એચ.કે. ગર્ગ તથા નીરવ વાડોદરીયા તથા પીઆરઓ તથા લાયન્‍સ કલબ જેતપુર-જૂનાગઢના મેમ્‍બરોએ હાજરી આપેલ. સાયન્‍સ કલબની સેવાઓની પ્રશંસા કરેલ.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(11:47 am IST)