Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જૂનાગઢની લાયન્‍સ હોસ્‍પિટલ ખાતે મેડીકલ કેમ્‍પ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૪ : શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ અંતર્ગત નિમિત્તે પૂજ્‍ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદરની લાયન્‍સ હોસ્‍પિટલ ખાતે પલ્‍મોનોલોજી કેમ્‍પ અને એન્‍ડોક્રાયનોલોજી મેડીકલ કેમ્‍પ યોજાયા હતા. આ સેવાકીય મેડીકલ કેમ્‍પનો મંગલ પ્રારંભ દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્‍યો. જેમાં પૂજ્‍ય ભાઈશ્રીના અગ્રજ આદરણીય સુર્યકાન્‍તભાઈ, સુવિખ્‍યાત હાસ્‍યકલાકાર અને સાહિત્‍યકાર જગદીશભાઈ ત્રિવેદી, કેમ્‍પમાં સેવા આપનારા ડોક્‍ટર્સ, અને ડો  સુરેશભાઈ ગાંધી, ડૉ. ભરતભાઈ ગઢવી તથા લાયન્‍સ પ્રમુખ અશીષભાઈ પંડ્‍યા અને અન્‍ય લાયનમિત્રો જોડાયા હતા.

પલ્‍મોનોલોજી કેમ્‍પમાં ડૉ.રાજવીબા ગોહિલ અને ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્‍યા હતા. કેમ્‍પ દરમ્‍યાન સી.ટી.સ્‍કેન અને પલ્‍મોનરી ફંક્‍શન ટેસ્‍ટ (પી.એફ.ટી.) જેવી ખર્ચાળ સુવિધાઓ પણ વિનામૂલ્‍યે પૂરી પાડીને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જરૂર પ્રમાણેની લેબોરેટરી ટેસ્‍ટ, કાર્ડિયોગ્રામ અને એક્‍સ-રે પણ વિનામૂલ્‍યે કરી આપવામાં આવેલ જે વિશેષ નોંધનીય છે.

એન્‍ડોક્રાઈનોલોજી કેમ્‍પ (ડાયાબીટીસ કેમ્‍પ)માં અમદાવાદના સુપર સ્‍પેશીયાલીસ્‍ટ ડો વિવેક આર્ય અને એમની ટીમ દ્વારા દર્દીનોને તપાસવામાં આવ્‍યા હતા અને દવાઓ પૂરી પાડવામાં આવેલ હતી. આ સાથે જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ડાયેટનું માર્ગદર્શન પર પૂરું પાડવામાં આવેલ હતું. જેનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો. પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા અનુષ્ઠાનને જયારે વિરામ આપવામાં આવ્‍યો ત્‍યાર પછી કેમ્‍પમાં સેવા આપવામાં આવેલ સર્વે ડોક્‍ટર્સનું પૂજ્‍ય ભાઈશ્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું. લાયન્‍સ હોસ્‍પિટલ ખાતે યોજાયેલ આ કેમ્‍પના આયોજન માટે ડો ભરતભાઈ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. તથા સાંદીપનિ સંસ્‍કળત પાઠશાળાના અધ્‍યાપક  નંદલાલભાઈ પાઠક અને સાંદીપનિ ગુરુકુળના દેવજીભાઈ ઓડેદરા અને ઋષિકુમારોએ પણ ઉમદા સેવા આપી હતી.

(11:46 am IST)