Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ઢાંક ગામે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૃપાલાના અધ્યક્ષસ્થાને કાર્યકર્તા સંમેલન

ઉપલેટા : તાલુકાના ઢાંક ગામે કડવા પટેલ સમાજ ખાતે ભાજપ ઉપલેટા તાલુકાના સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું. જેમાં ઢાંક ગામના તમામ જ્ઞાતિના આગેવાન દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૃપાલાનુ ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે  દીપપ્રાગટય કરીને ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી બાપુના ફોટાને ફૂલ હાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય મંત્રી પરસોતમ રૃપાલાએ પોતાના ભાષાણ દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, જિલ્લા મહામંત્રી મનીષભાઈ ચાગેલા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, માજી સાંસદ, હરીભાઈ પટેલ, ઢાંક ગામના સંરપચ બદરૃભાઈ માંકડ, ડો. જયેન્દ્રસિંહ વાળા, રૃષિરાજસિંહ વાળા, સંજયભાઈ લૂણસીયા, સિનિયર પત્રકાર ભૂપતગીરી ગોસ્વામી અજયસિંહ વાળા, ભરત લુણસીયા, મહેશભાઈ શોભાસણા, પંકજભાઈ રોજીવાડીયા,  અને પાનેલી, રાજપરા,ગઘેથડ ચરેલીયા તથા આજુબાજુ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

(11:43 am IST)