Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવમાં કૈલાશ ખેરની જમાવટ

મોરબી : મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવ સમિતિ દ્વારા બોલીવુડ સીંગર કૈલાસ ખેરનો ભવ્‍ય સ્‍ટેજ શો યોજાયો હતો. શનિવારે રાત્રીના આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં કૈલાસ ખેરએ ૪ થી ૫ કલાક ગીત - સંગીતની રમઝટ બોલાવી હતી. જેમાં ૨૦ હજારથી વધુ લોકોએ સ્‍વયંશિસ્‍ત સાથેકાર્યક્રમ માણ્‍યો હતો. આ કાર્યક્રમ ચૈતાલી છાયા, અભિતા પટેલ, ધર્મેશ બારોટ, નરેશ વાઘેલા, સોહિલ બ્‍લોચ, કિર્તી સાગઠીયા, દિવ્‍યકુમાર, એન્‍કર મિરલ પટેલ સહિતના ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવ સમિતિ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

જેમાં પાટીદાર સમાજની આર્થિક તથા સામાજિક સેવાનો પવિત્ર ઉદ્દેશ. જરૂર જણાય ત્‍યાં  કાર્યકરો દ્વારા સમય અને શક્‍તિની સેવા.  પાટીદાર સમાજની બહેન-દીકરીઓ માટે સામાજિક સુરક્ષા કવચ  હેઠળ મુક્‍ત નવરાત્રીનું ભવ્‍ય આયોજન. પાટીદાર સમુદાય સાથે સંગઠન અને પરસ્‍પર પરિચય થકી ઔદ્યોગિક તેમજ વેપારનો વિકાસ.

નવરાત્રી ગ્રુપ સંચાલન પધ્‍ધતિમાં આશરે ૩૦ થી ૪૦ સભ્‍યો ધરાવતી આ નવરાત્રી મહોત્‍સવ સમિતિ છે. આ ગ્રુપમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી વગેરે જેવા કોઈ હોદ્દા જ નથી, દરેક સભ્‍ય પોતાની આંતરિક આગવી શક્‍તિ અનુસાર કાર્યકર તરીકે સેવા આપે છે. આ ગ્રુપના સભ્‍યો કામ કે મીટીંગ માટે મળે ત્‍યારે સ્‍વખર્ચે જ મળવાનું હોય છે, હોદ્દા કે આર્થિક સ્‍તરથી પર હોય છે. દરેક સભ્‍ય દરેક કાર્ય માટે સ્‍વતંત્ર છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સભ્‍યોને જાણકારી કરી બધાનો અભિપ્રાય લેવામાં આવે છે.

આજ સુધી આપેલ આર્થિક અનુદાન : કથાનું આયોજન કરેલ હતું. પાણી સુવિધા માટેની સેવા કરેલી છે. વૃક્ષ ઉછેર માટે પાણીનું ટેન્‍કર આપેલ છે.    ‘શ્રીસરદાર પટેલ'ના સ્‍ટેચ્‍યુનું નિર્માણ. સામાજિક સેવામાં વારંવાર આર્થિક સહયોગ. મોરબી શહેરમાં સી .સી. ટી .વી. કેમેરા માટે સહયોગ અપાયો છે. કોરોના મહામારીમાં  આર્થિક  અનુદાન તથા સભ્‍યો દ્વારા દર્દીઓ માટે સ્‍વયં સેવકોની ભૂમિકા અદા કરવામાં આવેલ છે. પટેલ સમાજ વાડી, મોરબી - વીરપરમાં માતબર દાન આપેલું છે. માનવ મંદીરમાં વ્‍યક્‍તિ પરિવહન માટે  ઇનોવા કાર ભેટ આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના કોઈ પણ ગામમાં પાટીદાર સમાજ વાડી બને ત્‍યાં ૧,૧૧,૧૧૧ રૂપિયાનો આર્થિક સહયોગ  આપવામાં આવે છે. ઉમિયા સર્કલનું ૨૦૨૨માં નિર્માણ કરાયું છે.

(10:44 am IST)