Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મોરબીની રજપરની શાળામાં વિદ્યાર્થીઓની ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ રાસની રમઝટ

તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી

મોરબી :  માતૃશક્તિની આરાધના પર્વ નવરાત્રિમાં અનેક જગ્યાએ રાસ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. શાળાઓમાં પણ નવરાત્રિની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની રાજપર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરી હતી.

આ આયોજનથી વિદ્યાર્થીઓમાં સમાનતા, એકતા, સમરસતા અને બંધુતાની ભાવના કેળવાઈ હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય પિન્ટુ કૈલા,દિનેશભાઈ ભેંસદળીયા સહિત શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.

(9:59 am IST)