Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

મોરબીમાં કુલીનગર-૧ માં આવેલ જીનના વરંડા પાસે બીયરના ૧૬૭ ટીન સાથે યુવકની ધરપકડ

ટુબર્ગ પ્રીમીયમ બીયરના ૫૦૦ મીલીની કંપની શીલ પેક ટીન નંગ-૧૬૭ કિ.રૂ.૧૬,૭૦૦નો મુદામાલ કબ્જે

મોરબી શહેરમાં કુલીનગર- ૦૧ માં આવેલ જીનના વરંડા પાસે બીયરના ૧૬૭ ટીન સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે એક યુવકની ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કુલીનગર- ૦૧ માં આવેલ જીનના વરંડા પાસે, બાવળની કાંટમાં બિયરનો વેપલો ધમધમે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડતા આરોપી જાવેદભાઇ રફીકભાઇ મેમણ ભારતીય બનાવટની ટુબર્ગ પ્રીમીયમ બીયરના ૫૦૦ મીલીની કંપની શીલ પેક ટીન નંગ-૧૬૭ કિ.રૂ.૧૬,૭૦૦નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી પ્રોહી.એકટ કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી), મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:58 pm IST)