Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

માઉન્ટ મનાસ્લુ સર કરી તિરંગો લહેરાવી રેકોર્ડ સર્જતાં મોરબીના બે પોલીસ કર્મચારીઓ.

સમગ્ર ગુજરાત પોલીસમાંથી મોરબી પોલીસના બે કર્મચારીઓએ આ પ્રથમ વખત સિદ્ધિ મેળવી

 મોરબી :સમગ્ર ગુજરાત પોલીસ બેડમાંથી પ્રથમ વખત મોરબી પોલીસ બેડાના બે જાબાઝ પોલીસ કર્મચારીઓએ માઉન્ટ મનાસ્લુના 7000 મીટર ચઢીને રાષ્ટ્રધ્વજ ફરકાવી રેકોર્ડ સર્જ્યો છે. સમગ્ર ગુજરાત પોલીસમાંથી મોરબી પોલીસના બે કર્મચારીઓએ આ પ્રથમ વખત સિદ્ધિ મેળવી છે.

ગુજરાત પોલીસમાંથી પ્રથમ વખત વિશ્વ2નો 8માં નંબરનો પહાડ માઉન્ટ મનાસ્લુના 7000 મીટરની ઉંચાઈ ચઢીને ગુજરાત પોલીસનો ફ્લેગ અને રાષ્ટ્રધ્વજ ફરકાવી રેકોર્ડ સર્જ્યો હતો. મોરબી પોલીસ કર્મચારી ભુમિકા દુર્લભજીભાઈ ભુત (પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ ક્વાર્ટર, ચાંચાપર ગામ મોરબી) તથા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (ગામ કોયલી-પોલીસ કોન્સ્ટેબલ, તાલુકા પોલીસ સ્ટેશન,કોયલી,મોરબી)એ પોતાના નામે કર્યો છે. અને સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે.

 

(11:53 pm IST)