Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ધોરાજીમાં ઘર પાસે કચરો નાખવા મામલે મુસ્લિમ શખ્શે પટેલ આઘડ પર છરી વડે હૂમલો કર્યો

ઇજાગ્રસ્ત પટેલ આધેડને રાજકોટ રિફર કરાયા :પટેલ સમાજમાં રોષ છવાયો

ધોરાજી:ધોરાજીમાં ઘર પાસે કચરો નાખતા પડોશીને ટપારતા પટેલ આધેડ પર મુસ્લિમ શખ્સે છરીથી હુમલો કરતા પટેલ સમાજમાં ભારે ચર્ચા જાગી ગઇ હતી જે અંગે ધોરાજી પોલીસ સ્ટેશન ની ફરિયાદ નોધાઈ છે
આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજીમાં ઘર પાસે કચરો નાખવા મામલે પડોશીને ટપારતા ઉશ્કેરાયેલા મુસ્લિમ શખ્સે પટેલ આધેડ પર છરી વડે ખુની હુમલો કરતા હાથમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ ધોરાજી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ધોરાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા આરોપીને  દબોચી લઇ કાર્યવાહી કરી હતી.
ફરીયાદી પટેલ દિનેશભાઇ બાબુભાઇ ગજેરા(ઉ.56) રહે. ખારાવાડ પ્લોટ, ધોરાજીવાળા એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે   ગતરોજ  ઘરની બાજુમાં આવેલ દુકાન પાસે ઉભો હતો ત્યારે મારી પાડોશમાં રહેતા યાસીન ઇકબાલ સંધી નામનો શખ્સ આવી છરીનો ઘા માર્યો હતો. બીજો ઘા મારવા જતા હું ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો. અને આરોપી મારી પાછળ આવી મને અને મારા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વધુમાં ફરીયાદી ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, આરોપી મારા ઘરની પાસે ખરાબ કચરો નાખતો હોય જે બાબતે મે તેમને અવાર નવાર સમજાવેલ હતો. જે બાબતનો ખાર રાખીને તેને હુમલો કર્યો હતો.  ખરાવડ પ્લૉટ વિસ્તારમાં ખેતીકામ કરતા પટેલ આઘેડ પર છરી વડે હુમલો થતા ભારે ચર્ચા વ્યાપી જવા પામી હતી.જે અંગેની પોલીસે વધૂ તપાસ હાથ ધરી  છે
ધોરાજીમાં હિંદુ-મુસ્લિમ આ બાબતમાં બનાવ બનતા પટેલ સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો છે આ બાબતે પોલીસે આરોપીને દબોચી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે

(8:17 pm IST)