Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ધોરાજીમાં હિન્દુ યુવક પર થયેલ હુમલાના અનુસંધાને હિન્દુ સમાજ દ્રારા ગૃહમંત્રીને આવેદનપત્ર અપાયું

પ્રાંત કચેરી ખાતે હિન્દુ સમાજનાં અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીનાં ખરાવાડ પ્લૉટ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરી જીવન નિર્વાહ કરતા પટેલ આઘેડ પર મુસ્લિમ શખ્શે છરી વડે હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા હિન્દુ સમાજમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. અને હિન્દુ સમાજમાં બનાવને લઇને આક્રોશ છવાયો હતો.અને વિવિઘ અગ્રણીઓ દ્વારા ગૃહમંત્રીને સંબોધી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બે દીવસ પૂર્વે ખરાવડ પ્લૉટ, ખીજડા શેરી પાસે રેહતા પટેલ આઘેડ દિનેશભાઇ બાબુભાઈ ગજેરા પર સમાન્ય વાતમાં એ જ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યાસીન સંધી નામના ઈસમે છરી વડે હૂમલો કર્યો હતો.
જે બનાવનાં પ્રત્યાઘાત રૂપે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો નાં આગેવાનો એ પ્રાંત અધિકારી જયેશભાઈ લીખીયાંને આવેદન પત્ર આપ્યું હતું જેમા જણાવેલ કે આરોપી મુસ્લિમ શખ્શ  આ વિસ્તારમાં અવારનવાર ગુંડાગીરી કરે છે. આ વિસ્તારમાં હિન્દુ ભાઈઓ શાંતી થી રહે તે જરૂરી છે.
મુસ્લિમ શખ્શ દ્વારાં થયેલ હુમલામાં દિનેશ ભાઈને પ્રથમ ધોરાજી હૉસ્પિટલ ત્યારબાદ જુનાગઢ અને ત્યાંથી તાત્કાલીક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાથની નસ કપાઈ ગઈ હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. સમાન્ય પરિસ્થિતિના ખેડુત આઘેડ ને લાખોનો ખર્ચ આવી ગયો છે. જેને વળતર મળે તેમજ ગુનેગારને સખત નસીહત મળે તે પ્રકારે આવેદન રાજયના ગૃહમંત્રીને પ્રાંત અધિકારી મારફતે અપાયું હતું. આવેદનપત્ર આપવામાં મોટી સંખ્યામા હિન્દુ અગ્રણીઓ હાજર રહ્યા હતાં

(8:15 pm IST)