Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબી પોલીસે ખોવાયેલા ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધી આપ્યા.

બી ડીવીઝન પોલીસ ટીમની ઉમદા કામગીરી.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાગરિકોના ખોવાયેલા ૬ મોબાઈલ શોધી આપવામાં આવ્યા હતા ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા છે

મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમ કાર્યરત હોય દરમીયાન બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ ઝાલાની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી ઓપો, વિવીઓ અને શાઓમી કંપનીના છ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોપ્યા હતા ત્યારે અરજદારોએ પણ પોલીસ ટીમનો આભાર માન્યો હતો.

(4:31 pm IST)