Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જામનગરમાં રામનવમીના પારણા અંતર્ગત રામચંદ્રજી પ્રાગટય મહોત્‍સવ સમિતિ આયોજીત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલા) પરિવાર દ્વારા પ્રાયોજીત લોહાણા જ્ઞાતી સમુહ ભોજન (નાત): સારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમુહ ભોજન

લાલ પરિવારના આંગણે સંપન્‍ન થનાર લગ્ન સમારોહ અંતર્ગત સમગ્ર લોહાણા સમાજને અવસરમાં સામેલ કરવા ઉત્‍કૃષ્‍ટ નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ : આગામી ચૈત્ર સુદ-૯ તા.૧૦ એપ્રીલને રવીવારના રોજ રઘુવંશી સમાજના આરાધ્‍ય દેવ ભગવાન શ્રીરામચંદ્રજીનો પ્રાગટય મહોત્‍સવ યાને રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેની ઉજવણીના ભાગરૂપે શ્રી રામચંદ્ર પ્રાગટય મહોત્‍સવ સમિતિ દ્વારા રામનવમી પારણા અંતર્ગત તા.૧૧/૪/ર૦રર ને સોમવારના રોજ જામનગર શહેરના સમસ્‍ત રઘુવંશી સમાજના સમુહ જ્ઞાતી ભોજન યાને નાતનું આયોજન ‘‘ચિત્રકુટ ધામ'' શ્રી આણદાબાવા આશ્રમ, લીમડાલાઇન, જામનગર ખાતે કરવામાં આવેલ છે આ મહોત્‍સવ ઉજવણીના ભાગરૂપે તા. ૯ એપ્રિલને શનિવારના રોજ ૭-૩૦ કલાકે સ્‍વયં સેવક ભાઇ -બહેનોની મીટીંગ રાખવામાં આવેલ છે તા.૧૦ એપ્રિલને રવિવારના રોજ સવારે ૮ કલાકે પાંજરાપોળમાં ગૌ માતાના પુજન થશે તેમજ ગૌ માતાને નિરણ તથા લાડુનુ વિતરણ થશે.

તેમજ તા.૧૦ એપ્રિલને રવીવારના રોજ સાંજના ૬-૩૦ કલાકે લોહાણા સમાજના ભાઇઓ-બહેનો માટે દાંડીયારાસ પણ યોજવામાં આવેલ છે જેમાં લોહાણા સમાજના ભાઇઓ-બહેનો બન્ને જોડાઇ શકશે.

તેમજ તા.૧૧ એપ્રિલને સોમવારના રોજ સાંજે ૬ થી ૭ સાશ્વત બ્રાહ્મણ જ્ઞાતીનું સમુહ ભોજન તેમજ સાંજના ૭ થી ૧૦ વાગ્‍યા સુધી રઘુવંશી સમાજનું જ્ઞાતી ભોજન યોજવામાં આવેલ છે ઉપરોકત મીટીંગ તથા સમુહ ભોજનના તમામ કાર્યક્રમોનું સ્‍થળઃ ‘‘ચીત્રકુટ ધામ'' આણંદાબાવા આશ્રમ, લીમડાલાઇન, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવારના જીતુભાઇ લાલના આંગણે થોડા સમય પહેલા પુત્ર ક્રિષ્‍નરાજ લાલનો લગ્ન સમારોહ સંપન્ન થયેલ છે. વિશેષમાં એપ્રીલ માસમાં જ્ઞાતિ ભોજનના કાર્યક્રમ બાદ અશોકભાઇ લાલના પુત્ર મિતેષ લાલ તથા વિરાજ લાલનો લગ્ન સમારોહ યોજાયેલ છે આ બન્‍ને પ્રસંગની ખુશીમાં સમગ્ર સમાજને જોડવા માટે તેમજ ભગવાન શ્રી રામચંદ્રજીના આર્શીવાદ અને સમાજની શુભેચ્‍છા દ્વારા આ પ્રસંગ પાર પડે તેવા શુભ હેતુ સાથે હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવારના સહયોગથી આ લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.

લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનના દિવસે એટલે તા.૧૧ એપ્રિલને સોમવારના રોજ બપોર બાદ રઘુવંશી વેપારીઓએ પોતાના ધંધા રોજગારમાં રજા રાખવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

ઉપરોકત તમામ કાર્યક્રમો દબદબાભેર ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્‍સવ સમીતીના યુવાન આયોજક ટીમના સદસ્‍યો સર્વે જીતુભાઇ લાલ, રમેશભાઇ દતાણી, ભરતભાઇ કાનાબાર, મનોજભાઇ અમલાણી, અનીલભાઇ ગોકાણી, અતુલભાઇ પોપટ, મનીષભાઇ તન્ના, ભરતભાઇ મોદી, રાજુભાઇ મારફતીયા, નિલેશભાઇ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ કોટેચા, મધુભાઇ પાબારીના નેજા હેઠળ બહોળી સંખ્‍યામાં યુવાન કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તમામ કાર્યક્રમોમાં સમસ્‍ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્‍થિત રહેવા શ્રી રામચંદ્ર પ્રાગટય મહોત્‍સવ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(2:04 pm IST)