Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનીલ જોશીની કરોડોના ડ્રગ્‍ઝ પકડવાની કામગીરીનો શિરપાવ...!!

એ.ટી.એસ.ની એક બ્રાંચના એસ.પી.

ખંભાળીયા તા. ૪ :.. થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સલાયામાંથી રેકોર્ડરૂપ કરોડો રૂપિયાનું ડ્રગ્‍ઝ પકડી ને કોઇ રાજય એજન્‍સીની મદદ લીધા વગર એક જિલ્લા તંત્ર અને એસ. પી. એ કામગીરીનો રાજય રેકોર્ડ કરનાર દ્વારકા જેવા નાનકડા જિલ્લાના એસ. પી. સુનિલ જોશીને રાજય સરકારે શ્રેષ્‍ઠ રેકોર્ડરૂપ કામગીરીનો શિરપાવ આપીને એ. ટી. એસ. ની જ એક બ્રાંચના અમદાવાદમાં એસ. પી. બનાવી તેમની કામગીરીની કદર કરી છે.

જો કે દ્વારકા જિલ્લામાં એસ. પી. સુનિલ જોશીએ દ્વારકા ઉત્‍સવોમાં મંદિર વ્‍યવસ્‍થા, સરહદી વિસ્‍તારમાં સતત ચેકીંગ, ટ્રાફીક સમસ્‍યા નિવારણ, ધો. ૧૦ ના બેટના બોર્ડ છાત્રો માટે બોટની વ્‍યવસ્‍થા, ટ્રાફીક નિયમોનું પાલન કરોડોનો માસ્‍ક દંડ, લાંબા સમયની ચીટકી બેઠેલા કર્મચારીઓની ગોતી ગોતીને બદલી કરવી, એસ. પી. કચેરીએ કેન્‍ટીનમાં વિવિધતા લાવવા વ્‍યવસ્‍થા કરવી. પોલીસની ચુસ્‍તતા માટે જીમની વ્‍યવસ્‍થા, દારૂ જૂગાર અંગે ખાસ ઝૂંબેશ, ગેરકાયદેસર બોકસાઇટ, સફેદ પથ્‍થર બંધ કરાવવા જેવા અનેક કામો કર્યા હતા તથા અગાઉ વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે પણ કુખ્‍યાત ગુંડાનું એકાઉન્‍ટર તથા અનેક કેસો સફળતાપૂર્વક ઉકેલનાર એસ. પી. ને ગુજરાત સરકારે કદર કરી છે.

(1:21 pm IST)