Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભેસાણના ખંભાળીયામાં દંપતી ઉપર જમાઇ રાણપુરના સરપંચ સહિત ૭ શખ્‍સોનો હુમલો

સાસુ-જમાઇની સામસામી પોલીસ ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ : જુનાગઢ જિલ્લાના ભેસાણ પાસેના ખંભાળિયામા દંપતી ઉપર જમાઇ રાણપુરના સરપંચ સહિત ૭ શખ્‍સોએ હુમલો કરતા પતિ-પત્‍નીને ઇજા થઇ હતી.

આ બનાવમાં સાસુ-જમાઇએ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે ખંભાળીયાના ધીરૂભાઇ છગનલાલ કોરાટની દિકરી દર્શના સાથે ભેસાણ તાલુકાના રાણપુરના અક્ષય કપુરીયાએ પ્રેમલગ્ન કરેલ.

દરમ્‍યાન ગઇકાલે અક્ષય જેસીબી લઇ કામ અર્થે ખંભાળીયા ગયો હતો. ત્‍યારે તેને તેના પ્રેમલગ્ન બાબતે સાસુ મનીષાબેન અને સસરા ધીરૂભાઇ સાથે બોલાચાલી થઇ હતી.

આથી રાણપુરના સરપંચ સુરેશભાઇ તથા તેનો નાનોભાઇ તેમજ પુત્ર ભૌતિક અને અક્ષય તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ગેરકાયદે મંડળી રચી દંપતી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે ધીરૂભાઇ અને મનીષાએ જમાઇ અક્ષય સાથે ઝઘડો કરી અને ભૌતિકને ઝાપટો મારી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે મનીષાબેન કોરાટ અને અક્ષય કાળુભાઇ કપુરીયાની સામસામી ફરીયાદ લઇ ભેસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

(1:14 pm IST)