Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જુનાગઢનાં સક્કરબાગ ઝુમાં ૮ સિંહ બાળનો ઉમેરો વન્‍ય પ્રાણીને ગરમીથી બચાવવા ફુવારા બરફની ગોઠવણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૪ : પ્રવાસીઓના આકર્ષણ સમાન જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૮ સિંહ બાળનો ઉમેરો થયો છે બીજી તરફ વન્‍ય પ્રાણીને ગરમીથી બચાવવા ફુવારા તેમજ બરફની ગોઠવણ કરવામાં આવી છે.

૧પ૦ વર્ષ જુના જુનાગઢના સક્કરબાગ ઝુમાં સિંહ સંવર્ધનની કામગીરીને લઇ સિંહોની સંખ્‍યામાં વૃધ્‍ધિ થઇ છે.

ગત મહિને માત્ર ૧પ દિવસમાંજ ૮ સિંહ બાળનો જન્‍મ થયેલ આ સિંહ બાળ ત્રિપુટી અને તેની માતાનું વેટરનરી તબીયત દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે, સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ૧ સિંહ બાળનું અવતરણ થયું છે સદનસીબે પ૧માંથી એક પ૦ સિંહ બાળનું મોત થયું નથી.

અત્‍યારે ઝુમાં પ૪ સિંહ, ૬૦ સિંહણ છે આ પરિવારની તેમજ અન્‍ય પ્રાણીઓ વગેરેએ કાળઝાળ ગરમીથી બચાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. જેના ભાગરૂપે ફુવારા તેમજ પ્રાણીમાં બરફ મુકીને વન્‍ય પ્રાણીઓને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે. હરણ જેવા તૃણભક્ષી માટે પ્રાણીઓ માટે ગ્રીન શેડ, લીલો ઘાસચારો પક્ષીઓ માટે ઓઆર એસ જેવી વ્‍યવસ્‍થા, સાપ, મગર, સહિતના સરિસૃપો માટે ભોયરા કરીને ઠંડકની વ્‍યવસ્‍થા કરાઇ છે.

જયારે સિંહ, વાઘ, દિપડા માટે ફુવારા અને રીંછના કાદવના ખાડામાં  બરફની ગોઠવણ કરવામાં આવી છે.

(1:13 pm IST)