Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સોડા એસના બમણા ભાવ ચૂકવવા છતાં કેમિકલ નથી મળતું: ૧૬૦ રૂપિયામાં મળતું જિરકોન રૂપિયા ૨૪૦એ પહોંચ્‍યું !!!

મોરબી સિરામિક ઉદ્યોગની મુશ્‍કેલીમાં વધારો ! ગેસ, કોલસા પ્રોપેન બાદ હવે સિરામીક ઉદ્યોગને અકળાવતો કેમિકલનો ભાવ વધારો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૪: દુબળા ઢોરને બંગાહ જાજી.. કહેવત મોરબીના સિરામીક ઉદ્યોગ માટે બરાબર બંધ બેસી રહી છે. છેલ્લા છ મહિનાથી નેચરલ ગેસના ભાવમાં સતત વધારો હસતા મોઢે સહન કરનાર સિરામીક ઉદ્યોગને મોં માંગી કિંમત ચૂકવવા છતાં કોલસો પણ મળતો નથી.. ઉપરથી એક દિવસના પાવર કાપ બાદ સિરામીક ઉદ્યોગ માટે અત્‍યંત મહત્‍વના એવા કેમિકલના ભાવમાં છેલ્લા એકથી બે મહિનામાં અસહ્ય ભાવ વધારો થવાની સાથે શોર્ટેજ ઉભી થતા ઉદ્યોગકારો મુશ્‍કેલીમાં મુકાયા છે.
મોરબી સીરામીક ઉદ્યોગમાં માટીથી લઈ અનેક મહત્‍વપૂર્ણ કેમિકલનો ઉપયોગ થાય છે જેમાં ખાસ કરીને ટાટા કંપનીના સોડા એશની ખુબ જ ખપત રહે છે. આ ઉપરાંત સિલિકેટ, સ્‍પિરિટ, એસટીપીટી જિરકોન જેવા કેમિકલની મોટાપ્રમાણમાં જરૂરત રહેતી હોય છે.મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાના જણાવ્‍યા મુજબ છેલ્લા થોડા સમયમાં જ સિરામીક ઉદ્યોગમાં વપરાતા કેમિકલના ભાવમાં વધારો થવાની સાથે અછત જોવા મળી રહી છે.
વધુમાં વિનોદભાઇએ ઉમેર્યું હતું કે, છ મહિનાના સમયગાળામાં સિરામીક પ્રોડક્‍ટમાં ઉપયોગમાં લેવાતું સોડા એશ રૂપિયા ૨૦થી ૨૧ના ભાવમાં મળતું હતું જે આજે રૂપિયા ૩૫ ચૂકવવા છતાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ નથી. એ જ રીતે રૂપિયા ૧૬૦થી ૧૭૦માં મળતું જિરકોન આજે રૂપિયા ૨૪૦ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત સિલિકેટ, બ્‍લેડ સ્‍પિરિટ અને એસટીપીટી સહિતના કેમિકલના ભાવમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, જાયન્‍ટ ગણાતા સિરામીક ઉદ્યોગમાં ડીઝલ, નેચરલ ગેસ, કોલસો, રો-મટીરીયલ અને અન્‍ય ભાવ વધારામાં કેમિકલનો ભાવવધારો દબાઈ ગયો છે પરંતુ નાની જરૂરિયાત પણ ખુબ મોટાપ્રમાણમાં હોય નાની-નાની બાબતનો આ ભાવવધારો હવે સીરામીક ઉદ્યોગને ખુબ જ મૂંઝવી રહ્યો હોય ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. (

 

(1:10 pm IST)