Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જુનાગઢમાં ૯ જગ્‍યાએથી મોબાઇલ ચોરનાર વિક્રમ મક્કા ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૪: જુનાગઢની ચોથાણી હોસ્‍પિટલ તથા અન્‍ય જગ્‍યાએથી ચોરી કરનાર કેશોદ તાલુકાનાં મેસવાણ ગામના વિક્રમ ઉર્ફે ઇટલી મનુભાઇ મક્કા (મૈયા દરબાર ઉ.વ.૩૦)ની બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

આ શખ્‍સે ૯ મોબાઇલ ચોરી કબુલી હતી.

આ કામગીરી જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાશમ શેટ્ટીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ આર.એસ.પટેલ ગુન્‍હા શોધક યુનિટના પોલીસ સબ ઇન્‍સ.આર.એચ.બાંટવા પો.કોન્‍સ નીતીનભાઇ નામદેભાઇ હીરાણી તથા પો.કોન્‍સ.વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. હાઉનભાઇ ઇસ્‍માઇલભાઇ ખાનાણી તથા પો.કોન્‍સ.અજયસિંહ કલ્‍યાણસિંહ ચુડાસમાનાઓએ કરેલ છે.

(1:07 pm IST)