Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ખંભાળિયા નજીક સિલિન્‍ડર બ્‍લાસ્‍ટ થતા અગ્નિકાંડમાં પરપ્રાંતિય યુવાનનું મોત

જામખંભાળિયા, તા. ૪ : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી રાધેરાધે હોટલની પાછળના ભાગમાં આવેલા એક મકાનમાં તારીખ ૬ માર્ચના રોજ કોઈ કારણોસર ગેસ સિલિન્‍ડરમાં સ્‍પાર્ક થયા બાદ ધડાકાભેર બ્‍લાસ્‍ટ થતા સર્જાયેલા અગ્નિકાંડમાં ત્રણ યુવાનો ઘવાયા હતા. આ બનાવ અંગે જે-તે સમયે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આગજનીના આ બનાવમાં મૂળ નેપાળના રહીશ અને છેલ્લે ભીમરાણા ખાતે રહેતા રહેતા  પ્રકાશ જયસિંહ પડિયાર નામના ૧૮ વર્ષના નેપાલી યુવાનને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમિયાન તેનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

  સુરજકરાડીના મહિલાનું એસિડ પી લેતા  મળત્‍યુ

ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા વાલીબેન ધર્મેશભા માણેક નામના ૨૨ વર્ષના મહિલાએ ગત તારીખ ૧૭ જાન્‍યુઆરીના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા તેમને ખંભાળિયાની ખાનગી હોસ્‍પિટલ બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમનું મળત્‍યુ થયું હતું. આ બનાવની જાણ મળતકના પતિ ધર્મેશભા ખીરાભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી ડીવાયએસપી હિરેન્‍દ્ર ચૌધરીએ હાથ ધરી છે.

ઓખામાં પર પ્રાંતિય પ્રૌઢનું અપમળત્‍યુ

ઓખાના ડાલડા બંદર વિસ્‍તારમાં રહેતા અને મુળ મહારાષ્‍ટ્ર રાજ્‍યના પાલઘર

જિલ્લાના દાણુ ખાતેના રહીશ મનિયાભાઈ બાબુભાઈ દુબળા નામના ૫૭ વર્ષના માછીમાર હળપતિ પ્રૌઢને ગત તારીખ ૧ના રોજ ડાલડા બંદર વિસ્‍તારમાં આવેલી એક દુકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવની જાણ પાલઘર જિલ્લાના રહીશ હસન રવિયાભાઈ દુબળાએ ઓખા મરીન પોલીસને કરી છે.

(1:07 pm IST)