Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સાવરકુંડલાઃ જેનીબેન ઠુંમરનું સન્‍માન

 સાવરકુંડલાઃ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરનું સન્‍માન અમરેલી જિલ્લા અને પ્રદેશ લેવલના હોદ્દેદારોએ કરેલ હતું.  અમરેલી જિલ્લાના બાબરા તાલુકા વાવડી ગામના વતની જેનીબેન ઠુંમરને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્‍યા ત્‍યારબાદ પ્રથમ વખત માદરે વતન આવતા તેવોનું સન્‍માનનો એક કાર્યકર્મ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા રાખવામાં આવેલ હતો જેમાં જેનીબેનનું સન્‍માન અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માજી ધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલિયા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શંભુભાઈ દેસાઈᅠ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોસા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટીં ડિપાર્ટમેન્‍ટના મહામંત્રી ઈકબાલ ગોરી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરૂ તેમજ યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ તાલુકા -જિલ્લા પંચાયત અને નગર પાલિકાના સભ્‍યો તેમજ જિલ્લાના તાલુકા અને શહેર કોંગ્રેસના હોદેદારો ગ્રામ્‍ય વિસ્‍તારના સરપંચો વિગેરે સેંકડો કોંગ્રેસી જનો એ સન્‍માન કરેલ હતું. આ પ્રસંગે જેનીબેન ઠુમમરે જણાવેલ હતું કે અમરેલી જિલ્લા ની નાગરિક તરીકે અમરેલી જિલ્લાની વતની તરીકે અને અમરેલી જિલ્લાની દીકરી તરીકે તમારૂં અને અમરેલી જિલ્લાનું કામ કરવાએ મારી નૈતિક ફરજ છેᅠ મને અમરેલી જિલ્લામાંથી પ્રેમ હૂંફ અને લાગણી ના કારણે હું આજે પ્રદેશ કક્ષાનો હોદો મને મળ્‍યો છે. આવતા દિવસોમાં મહિલા કોંગ્રેસનું સંગઠન માળખું ખૂબ જ મજબૂત અને જબરૂ બનાવું છે જે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત આપવા ખરા અર્થમાં સાબિત થશે. આ સન્‍માન કાર્યક્રમમાં નરેશભાઈ અધવરીયું સોસાભાઈ અરવિંદભાઈ સીતાપરા ટીકુંભાઈ વરૂ જે પી ગોળ વાળા કે ચૌહાણ જીતુભાઇ વાળા જમાલભાઈ મોગલ પોપટભાઈ કાશમીરાᅠ બહાદુરભાઈ નીતિનભાઈ લલિતભાઈ ઠુંમર આબાભાઈ કકડીયા નારણભાઈ, ગોતમભાઈ જે પી સોજીત્રા નટુભાઈ સોજીત્રા રાજુભાઇ,કીર્તિભાઈ વિગેરે સેંકડો કાર્યોકરો ઉપસ્‍થિત રહેલ હતા.

(1:03 pm IST)