Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

નાના ખેડૂતોને તાર ફેન્‍સીંગ માટે સહાય આપવા રાઘવજી પટેલને અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશભાઇ પાનસુરીયાની રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૪ : સાવરકુંડલા લીલીયા વિસ્‍તારનો ખેડૂત ભૂંડ અને રોજના ત્રાસથી ખૂબ જ પિડાય છે ત્‍યારે ગુજરાત સરકારની તાર ફેન્‍સીંગ માટે ની  યોજના ખૂબ જ ઉપયોગી અને મદદગાર નીવડી છે ત્‍યારે  કળષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રજુઆત કરી.કે આ યોજનાનો જો નાના ખેડૂતોને લાભ પ્રાપ્ત થાય તો ખેડૂતો પોતાના પાકને બચાવી શકે આ યોજનાથી માત્ર મોટા ખેડૂતોનેજ  તાર ફેન્‍સીંગ માટે સહાય પ્રાપ્ત થાય છે નાના ખેડૂત ખાતેદારોને બે-ત્રણ ખાતા ભેગા કરી અને સંયુક્‍ત પણે આ યોજનાનો લાભ લેવો પડે છે ત્‍યારે બાજુનો ખેડૂતો ન માને તો નાનો ખેડૂત આ યોજનાથી વંચિત રહે છે તો  આ યોજના નાના ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવે જેથી કરી નાનો ખેડૂત પોતાની સ્‍વતંત્રતા રીતે આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકે અને પોતાના પાકને જીવંત રાખી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી નું સ્‍વપ્ન ખેડૂતોની આવક બમણી સાચા અર્થમા થાયતો આ દિશામાં યોગ્‍ય કાર્યવાહી કરી વહેલી તકે આ યોજનાને અમલમાં મૂકો કે જેથી કરી આ નાના ખેડૂતો તાર ફેન્‍સીંગ કરાવી શકે અને પોતાના પાકને સુરક્ષિત રાખી શકે અવી અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી

(2:03 pm IST)