Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

અમરેલી જિલ્લાના તુલસીશ્‍યામ ખાતે નવા ટ્રસ્‍ટીઓના હસ્‍તે ૬૦ લાખના કામોનો પ્રારંભ : ૧ કરોડ ૨૦ લાખનું આધુનિક બસ સ્‍ટેન્‍ડ પૂર્ણતાના આરે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ : તુલસીશ્‍યામ ખાતે મધ્‍ય ગીરમાં શ્‍યામના બેસણા ભગવાન શ્‍યામ જયા બિરાજમાન છે તેવા હજારો વર્ષ પુરાણા તુલસીશ્‍યામ ખાતે આજે થોડાક દિવસ પહેલા તુલસીશ્‍યામ ᅠનવા વરાયેલા ટ્રસ્‍ટીઓ દ્વારા ભગવાન શ્‍યામની આરતી શ્‍યામ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

 આ પ્રસંગે તુલસીશ્‍યામ ટ્રસ્‍ટી અને વહીવટ કરતા ડોક્‍ટર બી બી વરુ દ્વારા આજે નવા વરાયેલા ટ્રસ્‍ટીઓ જે ગ્રાન્‍ટ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ફાળવવામાં આવી હતી તે કામગીરીનો પ્રારંભ થયો હતો તે ગ્રાન્‍ટનો આજે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા ૬૦ ᅠલાખની ગ્રાન્‍ટ આપી હતી જે પૈકી ૩૮ લાખ ગરમ કુંડ ના રિનોવેશન ᅠનું કામ ૧૦ લાખનું મંદિર નું કલર કામ તથા બ્‍લોક તેમજ ભોજનાલય મેન્‍ટેનસ સહિતના ૬૦ લાખના મંદિરના વિકાસ કામો આજે શરૂ કરવામાં આવ્‍યા હતા તેમજ ગુજરાત એસ ટી નિગમ દ્વારા ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે એસ ટી પોઇન્‍ટ ની કામગીરી શરૂ હતી તે પણ પૂર્ણતાને આરે છે.

આમ તુલસીશ્‍યામ ટ્રસ્‍ટ દ્વારા મંદિરનો વિકાસ ઝડપી થાય તે માટે તુલસીશ્‍યામના ટ્રસ્‍ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રવાસ નિગમ મંત્રી શ્રી કૃણાંક ભાઈ મોદી ને પત્ર દ્વારા પણ આજે રજૂઆત કરવામાં આવી છે કે તુલસીશ્‍યામ ટ્રસ્‍ટનો વધુ વિકાસ થાય તે માટે તુલસીશ્‍યામ ને પ્રવાસ ધામ માં સમાવવા માંગણી કરી હતી તુલસીશ્‍યામ ને પ્રવાસ ધામ માં સમાવવામાં આવે તો અહીં મધ્‍ય ગીર વચ્‍ચે મંદિર છે રુક્ષ્મણી ડુંગરા ઉપર બિરાજમાન છે પ્રવાસીઓની સંખ્‍યા આવન-જાવન ᅠલઈ તાત્‍કાલિક ધોરણે પ્રવાસ નિગમમાં સમાવવા માંગણી કરી છે.

તુલસીશ્‍યામ ખાતે નવા વરાયેલા ટ્રસ્‍ટીશ્રી રાજુલા માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગૌતમભાઈ વરૂ, ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા તથા બાબરીયાવાડ કાઠી સમાજના અગ્રણી શ્રી કથડ બાપુ ધાખડા અને ટ્રસ્‍ટી અને ᅠકાર્યકર્તા હતા ઉનાના ડો. બી.બી. વરૂᅠપણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ સફળ બનાવવા રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હનુભાઈ ધાખડા તથા ભીખુભાઈ કોટીલા મનુભાઈ વડવાળા કોન્‍ટ્રાક્‍ટર સાગરભાઇ સેંજલીયા તથા ટપુભાઈ સહિતે જહેમત ઊઠાવી હતી

(12:57 pm IST)