Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબી અને નાગડાવાસમાં જુગારના બે દરોડા : ૬ પત્તાપ્રેમીઓ પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ગાળા ગામના પાટીયા પાસે જાહેરમાં જુગાર રમતા ચારને પોલીસે ઝડપી લીધા હતા.

નાગડાવાસ ગામની સીમમાં ગાળા ગામના પાટિયા પાસે બગીચામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્‍યાં જુગારની રેડ કરી હતી ત્‍યારે સ્‍થળ ઉપર જુગાર રમતા પ્રકાશભાઈ ગોરધનભાઈ બાવરવા (ઉંમર ૫૨), ભાનુભાઇ જશાભાઈ રાઠોડ (ઉંમર ૫૨), મહેશભાઈ શાંતિભાઈ સાવરીયા (ઉંમર ૪૬) અને વાલમજીભાઇ ઉકાભાઇ સંઘાણી (ઉમર ૫૪) જુગાર રમતા મળી આવ્‍યા હતા જેથી કરીને પોલીસે ૪૦,૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વીસીપરા વિસ્‍તારમાં ધોળેશ્વર રોડ ઉપર સુમરા મોટર સામેના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્‍યાં રેડ કરી હતી ત્‍યારે હકાભાઇ ગાંડુંભાઇ વરાણીયા જાતે કોળી (ઉંમર ૪૦) અને દિનેશભાઈ પરબતભાઈ વાઘેલા જાતે કોળી (ઉંમર ૩૫) જુગાર રમતા મળી આવ્‍યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:55 pm IST)