Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબીના નવા ધરમપુરમાં જૂની અદાવતનો ખાર ઘરમાં ઘુસી ૩ શખ્‍સોએ માર માર્યો..

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૪ : મોરબીના નવા ધરમપુર ગામમાં જૂની અદાવતનો ખાર રાખી ૩ શખ્‍સો યુવકના ઘરમાં ઘસી આવ્‍યા હતા અને તેને ગાળો ભાંડી ધારિયા તથા લોખંડના પાઈપથી ફટકાર્યો હતો. હાલ આ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પો.સ્‍ટેશનમાં દાખલ કરાઈ છે.

આ અંગે ફરિયાદી યુવક પ્રવીણપરી મોતીપરી ગોસ્‍વામીએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, હું નવા ધરમપુર ગામ પ્રગતિ સ્‍ટોર્સ દુકાન બાજુમાં રહું છું. જગદીશ કોળી તેમજ આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના તેના બે મળતિયા મારા દ્યરે ધસી આવ્‍યા હતા. અને મને ડાબા હાથના કાંડામાં લોખંડનાં ધરિયા નો દ્યા મારી ગંભીર ઈજા કરી તેમજ પોતાના બે મળતિયાઓ ᅠજેના હાથમાં લોખંડ નો પાઈપ તેમજ ધારિયા જેવા હથિયાર ધારણ કરી ફરીને ગાળો આપી ફરીના રહેણાક મકાનના લાકડાના બે દરવાજા હથિયારો થી તોડી નાખી આશરે રૂ.૫૦૦૦/- નું નુકશાન કરી સાહેદોને પણ ᅠમાર મારી મુંઢ ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદમાં આધારે ᅠ આઇ.પી.સી. કલમ - ૩૨૫, ૩૨૩, ૪૨૭, ૪૫૨, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ᅠમુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:54 pm IST)