Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબીમાં ત્રણ સ્‍થળે દેશી-વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ત્રણ પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીમાં ત્રણ સ્‍થળેથી દેશી-વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ત્રણને દબોચી લેવાયા હતા.

મોરબી વીસીપરા પ્રજાપત કારખાના પાસે રોડ ઉપર સંજયભાઇ ઉર્ફે ચોટો રમેશભાઇ ડેડવાણીયાએ પોતાના કબ્‍જામા ગે.કા પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્‍લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૩૨ દારૂ લીટર-૦૮ કી.રૂ.૧૬૦નો રાખી રેઇડ દરમ્‍યાન મળી આવતા ગુન્‍હો પ્રોહીબીશન એકટની કલમ ૬૬(૧)બી, ૬૫ એ એ મુજબ મોરબી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્‍યારે શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી લખધીર પાસે દારૂ વેચતી મહિલા બુટલેગર સપના સીંધીએ ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર પોતાના રહેણાક મકાનમા પરપ્રાંતીય અંગ્રેજી દારૂની શીલબંધ બોટલ નંગ-૧ કી.રૂ-૩૦૦ તથા અડધી બોટલ આશરે ૩૦૦ એમ.એલ. ની કી.રૂ-૧૫૦ સાથે મળી કુલ-રૂ-૪૫૦ ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે ગુન્‍હો પ્રોહી.કલમ-૬૫એ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ ત્રાજપર શંકરવાળી શેરીમાં આરોપી દારૂ વેચતી મહિલા બુટલેગર મંજુ કુવરીયાએ ᅠગે.કા પાસ પરમીટ કે આઘાર વગર પોતાના કબ્‍જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્‍લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૧૬ દારૂ લીટર-૦૪ કી.રૂ.૮૦ નો રાખી ᅠરેઇડ દરમ્‍યાન મળી આવતા પોલીસે ગુન્‍હો પ્રોહી.કલમ-૬૫એ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)