Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જામનગરના મેડીકલ કેમ્પસ ખાતે ૨૦૦ જેટલા તબીબો એ પોતાની પડતર માગણીને લઇને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરી અચોક્કસ મુદતની હડતાળ પાડી દીધી : રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને ઓપરેશન માટે આવેલા દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી

જામનગર:::જામનગરમાં સરકારી સિનિયર તબીબો  હડતાલ ઉપર ઉતરી જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જામનગરના મેડીકલ કેમ્પસ ખાતે ૨૦૦ જેટલા તબીબો એ પોતાની પડતર માગણીને લઇને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરી અચોક્કસ મુદતની હડતાળ પાડી દીધી છે. બીજી તરફ જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને ઓપરેશન માટે આવેલા દર્દીઓ સિનિયર તબીબનો હોવાથી હડતાલ નો ભોગ બની સારવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:16 pm IST)