Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પ્રભાસ ક્ષેત્રનાં ગોલોકધામ ખાતે શ્રીકૃષ્‍ણ ભગવાને નિજધામ ગમન કર્યાની આધ્‍યાત્‍મિક ઉજવણી

વેરાવળ-પ્રભાસપાટણઃ ગોલોક ધામ પાવન ભૂમી છે, જયાં ભગવાન શ્રી કૃષ્‍ણએ પૃથ્‍વી પર થી સ્‍વર્ગ ખાતે પ્રયાણ કર્યું એ સ્‍થાન.જયાં શ્રી કૃષ્‍ણની ચરણરજ આ દિવ્‍ય સ્‍થાનમાં સચવાયેલી છે.સાથે જ પ્રભાસની ભૂમી ને હરિ-હર ભૂમી પણ આ કારણે જ કહેવાય છે,જયાથી ભગવાન શિવ પ્રથમ જયોતિર્લિંગ સ્‍વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્‍ણએ સ્‍વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યું. ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્‍વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્‍વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્‍ણના સ્‍વધામ ગમન દિવસની શાષાોક્‍ત અને જયોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી.ᅠજે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્‍ણ એ ચૈત્ર શુક્‍લ પ્રતિપદા ના પાવન દિવસે બપોરનાᅠ૨ᅠકલાકᅠ૨૭ᅠમીનીટ એનેᅠ૩૦ᅠસેકન્‍ડ ના સમયે પૃથ્‍વીલોક થી સ્‍વધામ ગમન કરેલ હતું. આ પાવન દિવસે ગોલોકધામ દિન નીમીત્તે નુતન ધ્‍વજારોહણ પૂજન કરવામાં આવેલ,ᅠતેમજ બપોરનાᅠ૨ᅠકલાક ૨૭ᅠમીનીટ એને ૩૦ સેકન્‍ડ ના સમયે ભગવાન શ્રી કૃષ્‍ણ એ પૃથ્‍વીલોક પરથી ગોલોકધામ ની ભૂમીથી સ્‍વધામ ગમન કરેલ આ સ્‍થાને શ્રી કૃષ્‍ણ પાદુકા પુજન, શંખનાદ,બાંસુરીવાદન જયદ્યોષ કરવામાં આવેલ, ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્‍કૃત પાઠશાળાના બાળકો દ્વારા ગીતાજી પાઠ, યજમાન વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્‍ણુયાગ યજ્ઞ, સંસ્‍કારભારતી દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ,ᅠ સાંજે ભગવાન શ્રી કૃષ્‍ણની પાદુકાજીની દિવળાઓથી આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો માં ટ્રસ્‍ટના જનરલ મેનેજરશ્રી અને એક્‍ઝીક્‍યુટીવ ઓફિસરશ્રી તેમજ વેજાણંદભાઇ વાળા પરિવાર તેમજ મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ ᅠસામેલ થઇ ધન્‍ય બન્‍યા હતા. (તસ્‍વીર--અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

(12:11 pm IST)