Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જોડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધ પ્રદર્શન

(રમેશ ટાંક દ્વારા) જોડીયા, તા., ૪:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના અધ્‍યક્ષ જગદીશભાઇ ઠાકોર અને જામનગર જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ જીવણભાઇ કુંભરવાડીયાની સુચના અનુસાર મહંગાઇ મુકત ભારત અભિયાન અંતર્ગત પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસના દિન-પ્રતિદિન વધી રહેલા ભાવ વધારા અને અસહય મોંઘવારીથી પ્રજા જીવન દુષ્‍કર બનાવી દેનાર ભ્રષ્‍ટ ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતીઓને ઉજાગર કરવા જોડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જોડીયા મેનબજાર ચાર ચોક ખાતે મનોજભાઇ ભીમાણી, પ્રમુખ જોડીયા તાલુકા કોંગ્રેસ સમીતી પ્રમુખ નાથાલાલ સાવરીયા તાલુકા પંચાયત જોડીયા સહીતના જોડાયા  હતા.

(12:02 pm IST)