Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ધોરાજીની ડ્રીમ સ્‍કૂલના શિક્ષકો દ્વારા કેમેસ્‍ટ્રી અને બાયોલોજીના પેપરમાં એક પ્રશ્નની ક્ષતિ અંગે શિક્ષણ બોર્ડને રજુઆત

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૪ : ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧ર સાયન્‍સની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમનું પેપર સામાન્‍ય રીતે સમાન હોય છે. પરંતુ અનુવાદમાં ભુલ હોવાને કારણે કેમેસ્‍ટ્રી અને બાયોલોજી વિષયના પેપરમાં એક એક પ્રશ્નમાં ખોટા અનુવાદને કારણે જવાબ બદલી જાય છે. આથી  બોર્ડ દ્વારા ધ્‍યાન આપવામાં નહી આવે તો વિદ્યાર્થીને અન્‍યાય થાય આવું ન બને એટલા માટે વિદ્યાર્થીઓના હીતને ધ્‍યાનમાં રાખો ડ્રીમ સ્‍કુલ ધોરાજીના શિક્ષણવિદ હિતેશ ખરેડ તથા ડો. કેતન પોપટ દ્વારા શિક્ષણ બોર્ડને રજુઆત કરવામાં આવી છે.

આ તકે ડ્રીમ સ્‍કુલના કેમેસ્‍ટ્રીના શિક્ષક ડો. કેતન પોપટ જણાવે છે કે બોર્ડના કેમેસ્‍ટ્રીના પ્રશ્નપત્ર કોડ ૧૭  પ્રશ્ન નંબર : ૩૬માં અંગ્રેજી માધ્‍યમના પેપરમાં ‘વુટ્‍ઝ પ્રક્રીયા' પુછેલું છે જયારે ગુજરાતી માધ્‍યમના પેપરમાં ‘વુટ્‍ઝ ફીટીંગ પ્રક્રીયા' પુછેલુ છે. આથી બંન્‍ને પ્રશ્નનો જવાબ પણ જુદો આવશે.

આ તકે ડ્રીમ સ્‍કુલના બાયોલોજીના શિક્ષક હિતેશ ખરેડ જણાવે છે કે બોર્ડના બાયોલોજીના પ્રશ્નપત્ર કોડ : ૧૧ પ્રશ્ન નંબર  : ૩૮માં અંગ્રેજી માધ્‍યમના પેપરમાં ‘અભિસારી (ઘ્‍ંઁરુફૂશ્વફિંૂઁદ્દ)' પુછેલું છે. જયારે ગુજરાતી માધ્‍યમના પેપરમાં ‘અપસારી (ઝશરુફૂશ્વફિંૂઁદ્દ)' પુછેલું છે. આથી બંન્‍ને પ્રશ્નનો જવાબ પણ  જુદો આવશે. અંગ્રેજી માધ્‍યમના પેપરમાં ત્રણ ઓપ્‍સન સાચા થાય છે.

(11:48 am IST)