Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પોરબંદર જિલ્લામાં વાહન ચેકિંગ કામગીરી

પોરબંદર : જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી  ડો. રવિ મોહન સૈની દ્વારા આગામી દિવસોમાં માધવપુર ખાતે માધવરાયજીના મેળામાં વીવીઆઇપી પધારનાર હોય, તેઓની સુરક્ષાને ધ્‍યાને રાખીત થા પોરબંદર જીલ્લામાં ટ્રાફિક નિયમનનું ચુસ્‍તપણે પાલન થાય તે હેતુથી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોરબંદર જીલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનના અધિકારી - કર્મચારીઓ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલ છે અને આ ચેકિંગ દરમિયાન પોરબંદર પોલીસ દ્વારા બ્‍લેક ફિલ્‍મના વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ છે. ચેકિગની કામગીરીની તસ્‍વીર.

(11:44 am IST)