Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સંતો મહંતો સાથે ૧૫૦૦ જેટલા માઇભક્‍તોએ સર્વ પ્રથમ દ્વિતીય નવરાત્રીએ ચામુંડા ડુંગરની પરિક્રમા કરી

ધર્મ જાગરણ સમન્‍વય સૌરાષ્‍ટ્ર પ્રાંત આયોજીત

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.ᅠ૪ : પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગરની ફરતી આશરે ચાર કીમીની ચૈત્રી માસના બીજા નોરતે રવીવારનાં પદયાત્રા સાથે પરિક્રમા નું આયોજન ધર્મજાગરણ સમન્‍વય સૌરાષ્ટ્ર પ્રાત દ્વારા કરવામાં આવેલ હતું. આ યાત્રા પૂર્વે ચામુંડા તળેટી ખાતે આવેલ નવ ગ્રહ મંદિરમાં ધર્મસભા યોજાયેલ હતી.મંચસ્‍થ ચોટીલા મહંત પરિવારના અમૃતગીરી બાપુ, જાઝરકા જગ્‍યા ના મહંત શંભુપ્રસાદ, ટુંડીયા, કાપડી બાપુ, અકલનાથ જગ્‍યા ના મહંત કૃષ્‍ણવંદન બાપુ, લંગોટીયા હનુમાનના સૂર્યદેવ બાપુ, સહિતના સંતો મહંતો એ વિવિધ પરિક્રમાનું વિસ્‍તારથી વિવરણ સાથે ધર્મ સમજ આપેલ.
પરિક્રમામા અતિ મહત્ત્વની ધરાવતા ધ્‍વજા દંડ પરિકર્માર્થીઓના હાથમાં આપી આગેવાનો અને સંતોએ યાત્રા પ્રસ્‍થાન કરાવેલ હતી. જોડાવા આવેલ પદયાત્રી માઇ ભક્‍તોને સમજાવેલ હતુંᅠસર્વ પ્રથમ વખત યોજાતી ડુંગર પરિક્રમા પ્રસંગે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, નરેશભાઇ મારૂ, નગર પાલિકા પ્રમુખ જયદિપભાઈ ખાચર સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.આ અલૌકિક યાત્રામાં સહભાગી બનેલ માઇભકત યાત્રિકો એ પરિક્રમા પૂર્ણ કરી એક અલગ પ્રકારની અલૌકિક અનુભૂતિ અનુભવેલ હતી અને દર વર્ષે આ આયોજન ગોઠવાય તેવી લાગણી વ્‍યક્‍ત કરી હતી.

 

(11:31 am IST)