Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

વિધાનસભા ચૂંટણીમાં લોહાણા સમાજને પૂરતું મહત્‍વ અને પ્રતિનિધિત્‍વ મળે તે માટે લોહાણા સમાજના ‘રઘુવંશી ક્રાંતિ મંચ' દ્વારા ચોટીલા મુકામે અધિવેશન યોજાયુ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૪ : ચોટીલા ખાતે આવેલ ચામુંડા હોલમાં ગુજરાતભરમાંથી અગ્રણી અને સક્રિય રાજકીય આગેવાનો એક મંચ પર ભેગા થયા હતા, સૌ નો મત એક જ હતો આ વખતે લોહાણા સમાજ અન્‍યાય સહન નહીં કરે જે પક્ષ લોહાણા સમાજ સાથે અન્‍યાય કરશે લોહાણા સમાજ તે પક્ષ સાથે જ છેડો ફાડી નાખશે.
આ મિટિંગમાં ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી મોટી સંખ્‍યામાં રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને ટૂંક સમયમાં મહા સંમેલન બોલાવી સમાજના હજારો યુવાનોને એક બેનર નીચે લાવી સમાજના મત વેડફાય નહિ અને સમાજની સાથે રેહનાર પાર્ટી સાથે આખો લોહાણા સમાજᅠ ઉભો રહે તે માટે પ્રયત્‍ન કરવામાં આવશે.અધિવેશનમાં ઉપસ્‍થિત મહેમાનો માટે જસદણના સોનલબેન વસાણી, તાલાળા થી અમિતભાઈ ઉનડકટ, વેરાવળથી જયકરભાઈ ચોંટાઇ, મુંબઈથી હસમુખભાઈ જોબનપુત્રા રાજકોટથી પરાગભાઈ તેજુરા, સુરેન્‍દ્રનગરથી શૈલેષભાઈ ઠક્કર, કોડીનાર થી અશ્વિનભાઈ વિઠલાણી, વારાહી થી ફરશુભાઈ ગોકલાણી,ᅠ ᅠતેમજ અમદાવાદથી પ્રમુખ ડોક્‍ટર ધર્મેશભાઈ ઠક્કરે આક્રમક ભાષામાં રાજકીય પક્ષોને લોહાણા સમાજને અન્‍યાય ન કરવા જણાવ્‍યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વખતે લોહાણા સમાજ સાથે અન્‍યાય થશે તો રાજકીય પક્ષોએ ના ધારેલાં પરિણામ લોહાણા સમાજ આપશે.
અધિવેશનનીᅠ ખાસિયત એ રહી કે સમાજ સાથે વર્ષોથી થઇ રહેલ અન્‍યાય જોઈ સમાજના સામાન્‍ય માનવી પણ આક્રોશ જોવા મળ્‍યો હતો.

 

(11:30 am IST)