Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સૌરાષ્ટ્રના અનોખા કવિ-ગઝલકાર ‘માહિર ધોરાજવી'ની વિદાય

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૪ : સૌરાષ્ટ્રનાં અનોખા ગઝલકાર ‘માહિર ધોરાજવી'એ પવિત્ર રમઝાનની પૂર્વ સંધ્‍યાએ શનિવારે દુનિયાને અલવિદા કરી દેતા તેમના લેખન-સાહિત્‍યના વિશાળ ચાહકવર્ગએ ઉંડો આદ્યાત અનુભવ્‍યો છે.
માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલા મજુરી કામ કરતા દરિદ્ર રફીકશા મુહમ્‍મદશા રફાઇ-શાહમદારએ માનવતા,મિત્રતા,સમાજવાદ સહિતના વિષયો પર અનેકવિધ ચોટદાર ગઝલો-કવિતાઓ લખી હતી.તેમણે લખેલુ ‘ગુલશાને નઅત' તથા ‘મહેફિલે મિલાદ' કિતાબો આજે પણ લોકપ્રિય છે.
કવિ-ગઝલકાર ‘માહિર ધોરાજવી ‘ મુળ ધોરાજીના વતની..સમયાંતરે ધોરાજીથી બિલખા,સાવરકુંડલા અને છેલ્લે લગભગ એકાદ દાયકાથી ગોંડલ સ્‍થાયી થયા હતા...પોતે નવ વર્ષના હતા ત્‍યારે માતૃશ્રી અને અગીયાર વર્ષની ઉમરે પિતાશ્રીની છત્રછાયા ગુમાવી ચૂક્‍યા હતા..જેથી બાલ્‍યાવસ્‍થા અને કિશોરાવસ્‍થાથી જ સંદ્યર્ષનો પાયો નખાયો હતો..તેઓ બારદાન સિવવવાનુ મજુરીકામ કરતા હતા.કમનસીબે પોતે નિસંતાન હતા જેથી વૃદ્ધ ઉમરે પતિ-પત્‍નિ બન્ને સતત પરિશ્રમ કરી રોજીરોટી રળી ખુદ્દારીથી જીંદગી જીવતા હતા..તેમના વૃદ્ધ ધર્મપત્‍નિ દ્યેર દ્યેર જઇ બાળકોને દીની તાલિમ આપી રહ્યા છે જે પતિની વિદાયથી નોધારા થઇ ગયા છે..'માહિર ધોરાજવી'ની વિદાયને ગોંડલના વણ ઓળખાયેલા ‘રતન'ની વિદાય પણ તેમના ચાહકો ગણાવી રહ્યા છે.
સામાન્‍ય મજુરી કામ કરતો માણસ ગઝલ,કવિતા કે,પછી કોઈ પુસ્‍તકનુ સંપાદન કરે તે વાત માન્‍યામાં ન આવે,પરંતુ ગોંડલનાં ભગવતપરામાં દ્યોદ્યાવદર રોડ પર રહેતા અને મજુરી કામ કરી પેટીયુ રળતા રફીકશા મુહમ્‍મદશા ઉર્ફે ‘માહિર ધોરાજવી'ને મળ્‍યા પછી આ વાત માનવા અને કાન પકડીᅠ કબુલ કરવી પડે તેવો એકરાર કેટલાયે સાહિત્‍ય રસિક જીવોએ કર્યો છે.
અત્‍યંત દરિદ્ર પરિવારમાં જન્‍મેલા-ઉછરેલા અને ગરીબી તથા સંજોગો અને પરિસ્‍થિતિની અનેક ઠોકરો ખાધેલા રફીકશા માત્ર ધોરણ ત્રણ સુધીનુ જ અક્ષર જ્ઞાન ધરાવતા હતા પરંતુ તેમણે રચેલી કૃતિઓ વાંચતા-સાંભળતા એવુ લાગે કે,કોઈ મોટા ગજાના કવિ કે,ગઝલકારને સાંભળતા હોઈએ..! તેઓ મરી પરવારેલી માનવતા,મિત્રતા,ભ્રષ્ટાચાર,સમાજવાદ, પારકી પંચાત કરતા ખણખોદીયાથી માંડીને સમાજના સાંપ્રત પ્રવાહો પર ચોટદાર ગઝલો-કવિતાઓ લખીને પોતાના ક્રાંતિકારી મિજાજનો પરચો પોતાની રચનાઓમાં આપ્‍યો છે.
બિલખા ખાતે તેમણે સને-૧૯૯૯મા ‘ગુલશને નઅત' પુસ્‍તક લખ્‍યું હતું.ઉપરાંત ‘મિલાદે મહેફિલ' કિતાબ લખેલી...આ બન્ને પુસ્‍તક-કિતાબની સમયાંતરેᅠ ત્રણ ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ કરવી પડી હતી.જે પુસ્‍તક-કિતાબની રચનાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે.
જન્‍મજાત ગરીબ અને મજુરી કામ કરી પેટીયુ રળતા રફીકશા માત્ર ધોરણ ત્રણ સુધી જ ભણેલાᅠ પણ પહેલેથી જ વાંચનનો જબરો શોખ..આ વાંચનના શોખે જ તેમને કવિ-ગઝલકાર ‘માહિર ધોરાજવી' બનાવી દીધા અને કોઈ જ ફરિયાદ વીના જીવનપર્યંત સંદ્યર્ષ કરી,પશીનો પાડી પેટીયુ રળી..સાહિત્‍યની સાધના કરતા કરતા પવિત્ર રમઝાન માસની પૂર્વ સંધ્‍યાએ જ જીવનલીલા સંકેલી બિન્‍ધાસ્‍તપણેᅠ ખુદાને પ્‍યારા થઇ ગયા... અત્રે ઉલ્લેખનીય છે કે,પરિસ્‍થિતિ અને સંજોગોના લીધે ‘માહિર ધોરાજવી'એ વિવિધ વિષયો પર લખેલી અનેકવિધ ચોટદાર ગઝલો-કવિતાઓ પુસ્‍તક સ્‍વરૂપે કે,અન્‍ય કોઈપણ સ્‍વરૂપે છપાયા વગર હજુયે તેમના દ્યરમાં જેમ છે તેમ જ પડી રહી હોય તે સ્‍વાભાવિક છે.જેથી સાહિત્‍યક જીવો-પ્રકાશકો આ દિવંગત કવિ-ગઝલકારની કૃતિઓ ‘માહિર ધોરાજવી'ના નામ સાથે જ પ્રસિદ્ધ કરી નોધારા બનેલા તેમના વૃદ્ધ ધર્મપત્‍નિને વળતર આપી સહાયભૂત બની સાચા સર્જકને સાચી અંજલિ આપી શકે તેમ છે એવું તેમનો જબરો ચાહકવર્ગ લાગણી વ્‍યક્‍ત કરી રહ્યો છે.

 

(2:01 pm IST)