Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભાવનગરમાં ડબલ મર્ડર : ફાયરીંગમાં ઘાયલ માતા - પુત્રીના મોત

સિમેન્‍ટની થેલીઓ ઓટલા ઉપર મુકતા કરીમ શેરઅલી રાસીયાણીએ ભડાકા કરતા બંનેના સારવારમાં મોત થતા અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૪ : ભાવનગરમાં ફાયરીંગમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ ભાવનગરશહેરની સવાઈગર શેરીમાં અનવરઅલી પ્‍યારઅલી વઢળીયાના ઘરે રિનોવેશનનું કામ ચાલતું હોવાથી તેમના ઘરની લાઈનમાં ઓટલા પર સિમેન્‍ટની થેલીઓ તથા રેતી મુકેલી હતી જે બાબતે તેમના પાડોશમાં રહેતા કરીમ શેરઅલી રાસીયાણીએ ઝઘડો કરી તેના ઘરમાંથી પિસ્‍તલ લાવી પાડોશમાં રહેતા માતા - પુત્રી પર ત્રણ રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતું . જેથી ગંભીરરીતે ઈજાગ્રસ્‍ત માતા ફરીદાબેન અને દિકરી ફરિયાલને સારવારઅર્થે સર ટી . હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવારᅠ ફરિયાલ ( ઉ.વ .૨૨ ) નું મોત થયું હતું .દરમ્‍યાન આજે ફરીદાબેન નું પણ મોત નિપજયું હતું. આમ આબનાવ બેવડી હત્‍યામાં પરિણમ્‍યો છે. આ બનાવનો આરોપી કરીમ હજુ સુધી ઝડપાયો નથી.
જયારે પોલીસે આ બનાવમાં આઈપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરી ફાયરીંગ કરી નાસી છુટેલા કરીમની શોધખોળ હાથ ધરી છે. ધીમે ધીમે ફરી ભાવનગર શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અગાઉ પોલીસ તંત્ર દ્વારા જે અંગજડતી કરી તપાસ કરવામાં આવતી હતી તે હવે કરવામાં નથી આવતી. જેના કારણે ભાવનગર શહેર અને જીલ્લો કે જયાં ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા લોકોની સંખ્‍યા કેટલી હશે તે કહેવું મુશ્‍કેલ છે છતાં પોલીસ આવા ઇસમોને ઝડપી પાડવામાં ખાસ સફળ નથી થતી. જયારે આવી જ એક ઘટના ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા બનવા પામી હતી. જેમાં ઘટનાને અંજામ આપવામાં વપરાયેલું હથીયાર કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે હજુ કોઈ સાચી માહિતી સામે આવી નથી.ᅠ

 

(11:01 am IST)