Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

દામનગરની તાલુકા પ્રાથમિક શાળા નં. ૧ મોર્ડન ગ્રીનમાં સ્‍થાપના દિવસની ઉજવણી

દામનગરઃ  શહેરની તાલુકાᅠ પ્રાથમિક શાળા નં. ૧ મોર્ડન ગ્રીનના સ્‍થાપના દિન રંગારંગ ટી પી ઓ અધેરાની અધ્‍યક્ષતા માં ઉજવણી સને ૧૮૩૦થી અવિરત કેળવણી માટે અદાનું સ્‍થાન ધરાવતી પ્રાથમિક શાળા નં.૧નો નામદાર ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનકું જ માં સમાવિષ્ટ શાળાના સ્‍થાપના દિનની ઉજવણી,ધોરણ ૮ના બાળકોનો વિદાયમાન તથા શાળા વાર્ષિક ઉત્‍સવ આ ત્રિવિધ કાર્યક્રમ ત્રિવેણી રંગમંચમાંᅠ શાળાના જન્‍મ દિવસની ઉજવણી કેક કાપી કરવામાં આવી. બાળકો દ્વારા ખૂબ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા. શાળા આચાર્ય શ્રી જીગ્નેશભાઈ વાઘેલા સમગ્ર શાળા પરિવારનું બેનમૂન વ્‍યવસ્‍થા સાથે શાળા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે શાળાના સ્‍મરણો સિદ્ધિ ઓથી સર્વને અવગત કરતા શિક્ષકશ્રી ઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ સહિતની વિસ્‍તૃત નોંધ સાથે સને ૧૮૩૦ થી લઈ આધુનિક જ્ઞાનકુંજમાં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નં.-૧ સુધીનીᅠ વિદ્યાયાત્રાના વર્ણન સાથે અદભુત શોર્ય સાહસ સંસ્‍કાર શિક્ષણ દેશપ્રેમએ ઝાંખી કરાવતી સાંસ્‍કૃતિક કૃષિઓની હજારો શ્રોતા વાલી ઓને અભિભૂત અને આફરીન કરતા મુક અભિનયો સાથે સુંદર સદેશ આપતા બાળકો રાજય કક્ષાએ સંજીવની હેલિકોટર કૃતિની સર્વત્ર સરાહના કરાય હતી વકૃતવ સ્‍પર્ધા ગીતા જયંતી જેવા ઉત્‍સવમાં ઉત્તમ દેખાવ બદલ મહાનુભાવોના વરદહસ્‍તે પ્રોત્‍સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષક ભાઇબહેનો, વિદ્યાર્થીઓ, વાલી શ્રીઓએ ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર-દામનગર) 

(10:38 am IST)