Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ઉનાઃ આંગણવાડી વર્કરને નિવૃતી વિદાયમાનઃ

 ઉનાઃ તાલુકાના આમોદ્રા ગામે આંગણવાડી વર્કર તરીકે ૨૪ વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી સ્‍વૈચ્‍છિક નિવૃત થઈ રહેલા પુષ્‍પા બેન જે ઠાકરનો ચાર્જ આઈ.સી.ડી.એસ.ઊનાનાં મુખ્‍ય સેવિકા રતનબેન ડોડીયાની ઉપસ્‍થિતિમાં આંગણવાડી કેન્‍દ્ર આમોદ્રા ૩નાં વર્કર કમળાબેન બી. સોલંકીને વિધિવતᅠ સોપવામાં આવેલ. આ પ્રસંગે આમોદ્રા આંગણવાડી કેન્‍દ્રનાં અન્‍ય કર્મચારીઓ ક્રિષ્‍નાબેન ઉપાધ્‍યાય, નીલમબેન ગોસ્‍વામી,રતનબેન સોલંકી,સોનલબેન વાળા વગેરે એ નિવૃત થઈ રહેલ પુષ્‍પા બેન ઠાકરની દીર્ધકાલીન સેવાઓને બિરદાવી ,એમનું શેષ નિવૃત જીવન નિરોગી ,નીવડે એવી શુભેચ્‍છાઓ પાઠવેલ. તે તસ્‍વીર.

(2:01 pm IST)