Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ઇન્ડિયન ઓઈલ કોર્પો. કંડલા દ્વારા CSR હેઠળ દિવ્યાંગજનોને ૨૫ લાખના સહાયક ઉપકરણોનું નિ:શુલ્ક​ વિતરણ

વિનોદભાઈ ચાવડા સાંસદ-કચ્છ-મોરબી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઈઓસી પશ્ચિમ ક્ષેત્ર પાઈપલાઈન ચિન્મય ઘોષ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૪  ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ- કંડલા, ના સી એસ આર યોજના હેઠળ, શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ખાતે દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક​  વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ કચ્છ જિલ્લાના ૮૫ દિવ્યાંગજનોને આજે રૂ. ૨૫ લાખની કિંમતના અલગ અલગ પ્રકારના ૨૦૧ સહાયક ઉપકરણો નુ  વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ એસેસરીઝ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન તરીકે મોરબી કચ્છ વિભાગના સાંસદ

 વિનોદભાઈ ચાવડા,  સાંસદ-કચ્છ-મોરબી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઈઓસી પશ્ચિમ ક્ષેત્ર પાઈપલાઈન શ્રી ચિન્મય ઘોષ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૮૫ દિવ્યાંગ વ્યક્તિઓને વિતરણ કરાયેલ સાધનોમાં-

મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ 39,  ટ્રાઇસિકલ 15,વ્હીલચેર 19, સ્માર્ટ કેન 04, લાકડી 09, એડીએલ કીટ 01, સેલ ફોન 01, ક્રૉચ 92, કોણી ક્રચ 14, શ્રવણ સહાયક 02, એમએસઆઇઇડી કિટ 03, સ્માર્ટ ફોન 02 નો સમાવેશ થાય છે.

(10:03 am IST)