Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જેતપુરના પેઢલા નજીક હાઇવે પર સિમેન્ટ ભરેલી ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઇકચાલક હિતેશ મકવાણાનું ઘટના સ્થળે મૃત્યુ

અકસ્માત સર્જીને અજાણ્યો ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર : મૃતક યુવાન પેઢલા ગામનો વતની

જેતપુર તાલુકાના પેઢલા નજીક નેશનલ હાઇવે પર રવિવારે સવારે અકસ્માત સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પેઢલા ગામ નજીક હાઈવેની ચોકડી પર વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. રવિવારે સિમેન્ટથી ભરેલા ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જીને અજાણ્યો ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મૃતકનું નામ હિતેશભાઈ રવજીભાઇ મકવાણા (ઉ.મ.35) નામનો વ્યક્તિ હોવાની બાબત તેમજ તે પેઢલા ગામના નિવાસી હોવાનું તપાસમાં ભાર આવ્યું છે

(9:35 pm IST)