Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

પરિણીત મહિલા દ્વારા ભુજના જાણીતા આરટીઆઇ એકટીવિસ્ટ અને વકીલ સામે વારંવાર દુષ્કર્મ અંગે ફોજદારી ફરિયાદ

પૂર્વ કલેકટર પ્રદીપ શર્માના કેસમાં ફરિયાદી એવા હેનરી જેમ્સ ચાકો ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના પ્રિન્સિપાલ સેક્રેટરી, ૮ મહિનાથી શારીરિક શોષણ, પુત્રને મારી નાખવાની ધમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ ભુજ બી ડિવિઝન પોલીસમાં જાણીતા આરટીઆઇ એકટીવિસ્ટ હેનરી જેમ્સ ચાકો સામે વારંવાર શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચરવાની ફરિયાદે ચકચાર સર્જી છે. વ્યવસાયે વકીલ હેનરી જેમ્સ ચાકો સામે મૂળ માંડવી તા.ની અને હાલે ભુજ રહેતી ૩૭ વર્ષીય પરિણીત મહિલાએ છેલ્લા ૮ મહિનાથી દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી છે. શનિવારે મહિલાને ઘેર આવીને હેનરી ચાકોએ બળજબરી કરતાં મહિલાએ વિરોધ કર્યો હતો એટલે ઉશ્કેરાયેલા હેનરી ચાકોએ સ્ટીલ ના ચિપીયાથી પોતાને માર માર્યો હોઈ તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી. હેનરી જેમ્સ ચાકો ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના પ્રિન્સિપાલ સેક્રેટરી છે અને પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામેના કેસમાં ફરિયાદી છે. ભુજ બી ડિવિઝન પોલીસે મહિલાની ફરિયાદ અંગે ગુનો નોંધી કાયદાકીય ગતિવિધિ હાથ ધરી છે

(9:57 am IST)